કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

બિકાનેર એક્સપ્રેસ વે પર અકસ્માત: ભુજના એક જ પરિવારના 5 લોકોના મૃત્યુ

Text To Speech

ભુજ, 16 ફેબ્રુઆરી 2024, રાજસ્થાનમાં એક ગુજરાતી પરિવારને અકસ્માત થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. રાજસ્થાનના બિકાનેર એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે. આ અકસ્માત રાસીસર ગામ પાસે વહેલી સવારે થયો હતો. અકસ્માતમાં તમામ મૃતકો ગુજરાતના હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ નેશનલ એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

મૃતદેહને નોખાની જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજસ્થાનના બિકાનેર એક્સપ્રેસ વે પર ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે ટક્કર વાગતાં પાંચ લોકોના મૃત્યુ નીપજ્યાં છે. મૃતકોના મૃતદેહને નોખાની જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કોર્પિયો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે મૃતકોના મૃતદેહને નોખાની જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

મૃતકો ગુજરાતના રહેવાસી છે
પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમના જણાવ્યા પ્રમાણે મૃતકો ગુજરાતના રહેવાસી છે અને એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. ડો. પ્રતિક, તેમની પત્ની હેતલ, ગુજરાત કોમ્યુનિટી હેલ્થ ઓફીસર ર્ડા. પૂજા તેમના પતિ અને તેમની 18 મહિનાની પુત્રીનું આ અકસ્માતમાં મૃત્યુ થયું છે. ઘટના અંગે મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે. આ લોકો ક્યાંથી આવી રહ્યા હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. અકસ્માત બાદ નેશનલ એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

આ પણ વાંચોઃરાજસ્થાન : અજમેરમાં મ્યુનિ. કમિશનરની કાર હડફેટે દિવ્યાંગ સગીરનું મૃત્યુ

Back to top button