અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વટવા પાસે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન ટ્રેક ઉપર દુર્ઘટના, વિશાળ ગેન્ટ્રી તૂટી પડી; બે ડઝન ટ્રેનો રદ

Text To Speech

અમદાવાદ, 24 માર્ચ : વટવા પાસે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના ટ્રેકના નિર્માણ દરમિયાન મોટો અકસ્માત થયો હતો. ભારે સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રીને દૂર કરતી વખતે, તે ફસડાઈને રેલ્વે ટ્રેક પર પડી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ઈજા કે મૃત્યુ થયાના સમાચાર નથી. જોકે, આ રૂટ પરની ટ્રેનોને માઠી અસર થઈ છે. ઓછામાં ઓછી 25 ટ્રેનો રદ કરવામાં આવી છે. બે ડઝનથી વધુ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે.

જણાવવામાં આવ્યું છે કે અકસ્માત રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ થયો હતો. અહેવાલો કહે છે કે કોંક્રિટ ગર્ડર બનાવ્યા પછી આ ગેન્ટ્રીને પાછી ખેંચી લેવામાં આવી હતી. ગેન્ટ્રીનો ઉપયોગ સામાન્ય રીતે પુલ બનાવવા માટે થાય છે. અકસ્માતને કારણે ટ્રેકને નુકસાન થયું છે. જોકે, વાયડક્ટને કોઈ નુકસાન થયું ન હતું. મળતી માહિતી અનુસાર, અકસ્માત રાહત ટ્રેન અને નેશનલ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના અધિકારીઓ દુર્ઘટના બાદ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

મળતી માહિતી મુજબ આ દુર્ઘટનાથી ગેરતપુર-વટવા સેક્શનની ટ્રેનોને અસર થઈ છે. પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે ગેન્ટ્રી પડી જવાને કારણે ડાઉન લાઇન ટ્રેનોના સંચાલનને અસર થઈ છે. ટ્રેક રિપેરિંગનું કામ ઝડપથી થઈ રહ્યું છે. રાત્રે 12 વાગ્યા બાદ જ સિંગલ લાઇન ખોલવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ અકસ્માત બાદ 12833 અમદાવાદ-હાવડા, 19483 અમદાવાદ-બરૌની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે 12931 મુંબઈ-અમદાવાદ ડબલ ડેકર ટ્રેન અને 19033 ગુજરાત ક્વીન, 22953 ગુજરાત એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો :- રોકાણકારોની બલ્લે બલ્લે… સેન્સેકસમાં 500 પોઈન્ટના ઉછાળા સાથે ભારતીય શેરબજારમાં તેજીનું તોફાન

Back to top button