ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગ
સુરતથી સાપુતારા જતી ખાનગી બસનો અકસ્માત, માલેગાંવ નજીક ખીણમાં ખાબકી
સુરતથી એક ખાનગી બસ ડાંગના પ્રવાસે નીકળી હોય દરમ્યાન સાપુતારા જતાં તેને અકસ્માત નડ્યો છે. આ બસ માલેગાંવ નજીક ખીણમાં ખાબકી છે. મોડી સાંજે બનેલા અકસ્માતમાં હાલ રાહત બચાવની કામગીરી ચાલી રહી છે અને મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બસમાં 50 લોકો સવાર હતા.
ઇજાગ્રસ્તોને સાપુતારા અને આજુબાજુના આરોગ્ય સેન્ટરમાં ખસેડાયા
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં એકતરફ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે રાજ્યના એકમાત્ર ગિરી મથક સાપુતારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. એવામાં આ સિઝનમાં સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે, ત્યારે સુરતની એક ખાનગી બસને સાપુતારા નજીક અકસ્માત નડ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતની એક ખાનગી બસ ડાંગ જિલ્લાના પ્રવાસે ગઈ હતી. જેમાં 50થી વધુ મુસાફરો હતા. આ બસ સાપુતારાના માલેગાંવ ઘાટ નજીક પસાર થઈ રહી હતી. આ દરમિયાન અકસ્માતે આ બસ ખીણમાં ખાબકી હોવાની માહિતી મળી છે. હાલ આ બસનો સંપર્ક તૂટી ગયો છે. જે બસને અકસ્માત નડ્યો છે, તે ગરબા ક્લાસીસની હતી. જેની 5 બસો પૈકી એક બસને અકસ્માત નડ્યો છે. અકસ્માતનો ભોગ બનેલી મોટાભાગની મહિલાઓ સુરતના રાંદેર અને અડાજણની રહેવાસી છે. આ અકસ્માતમાં 5 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હોવાની માહિતી મળી છે.
‘બસનું ટાયર ફાટવાને કારણે અકસ્માત થયો’
ગરબા ક્લાસીસમાં શ્રિઘલબેને જણાવ્યું હતું કે, સાપુતારાથી પરત ફરતા સમયે આ દુર્ઘટના સર્જાઈ છે. તમામને હાલ સાપુતારાની હોસ્પિટલમાં ખસેડ્યા છે. 3 જેટલી મહિલાની હાલત ગંભીર છે. જ્યારે કેટલાકને ફ્રેક્ચર થયા છે. બસનું ટાયર ફાટવાના કારણે આ અકસ્માત થયો હતો.
ગરબા ક્લાસીસમાં શ્રિઘલબેને જણાવ્યું હતું કે, સાપુતારાથી પરત ફરતા સમયે આ દુર્ઘટના સર્જાઈ છે. તમામને હાલ સાપુતારાની હોસ્પિટલમાં ખસેડ્યા છે. 3 જેટલી મહિલાની હાલત ગંભીર છે. જ્યારે કેટલાકને ફ્રેક્ચર થયા છે. બસનું ટાયર ફાટવાના કારણે આ અકસ્માત થયો હતો.
કેબિનેટ મંત્રીએ ભાજપના કાર્યકરોને મદદ માટે પહોંચવા અપીલ કરી
સાપુતારા પાસે બસ ખીણમાં ખાબકવાની ઘટના અંગે જાણ થતાં જ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ હતી. રાજ્યના કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ તાત્કાલિક અસરથી એક મેસેજ પાસ કરી ભાજપના કાર્યકરોને આ અકસ્માતમાં મદદ કરવા તાકીદ કરી હતી.