ઉત્તર ગુજરાતગુજરાત

એક સાથે 4 ગાડીઓનો અકસ્માત : પોલીસ લખેલી 3 ગાડીઓ અકસ્માતનો ભોગ બની

Text To Speech
  • સદનસીબે મોટી જાનહાની ટળી

પાલનપુર : દાંતા તાલુકામાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. દાંતા તાલુકામાં મોટાભાગનો માર્ગ પહાડી અને ઢલાવ વાળો વિસ્તાર હોવાના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે હડાદથી અંબાજી તરફ આવી રહેલી પોલીસની ગાડીઓનો આજે અકસ્માત સર્જાયો હતો. એક સાથે ચાર ગાડીઓ અથડાતા અકસ્માત સર્જાયો હતો.

હડાદથી અંબાજી તરફ આવી રહેલી પોલીસની ગાડીઓનો આજે અકસ્માત સર્જાયો હતો. ત્યારે હડાદ અંબાજી હાઈવે માર્ગ વચ્ચે આવેલા રાણપુર આંબા નજીક અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં ત્રણ ગાડીઓ ઉપર પોલીસ લખેલું ગાડીઓ હતી. અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

માર્ગ પર ચાલતા 2 બાળકોને ઈજાઓ પહોંચી હતી. ત્યારે 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હડાદ તરફથી અંબાજી તરફ આવતી પોલીસ ગાડી પાછળ બે ગાડીઓ ટ્રોઈંગ કરેલી હતી. જેમાંથી એક ગાડી છૂટી પડી જતા સામેથી આવતી ગાડીને અથડાતા સમગ્ર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં ચાર ગાડીઓ એક સાથે અકસ્માતનો ભોગ બની હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા -પાટણ હાઈવે ઉપર ભોપાનગર ફાટકે ઓવરબ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી

Back to top button