ઉત્તર પ્રદેશમાં ગોઝારો અકસ્માત : એક જ પરિવારના 5 સભ્યોના મોત
ઉત્તર પ્રદેશમાં આજે રવિવારે સાંજે ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા છે. મૃતકોમાં દંપતી, તેના બે સંતાનો અને એક વૃદ્ધ માતાનો સમાવેશ થાય છે. સમી સાંજે કારમાં આખો પરિવાર જઈ રહ્યો હતો ત્યારે રોડના કિનારે બંધ પડેલા ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘુસી ગઈ હતી. આ ઘટનામાં ચાર લોકોના ઘટના સ્થળે અને એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
શું છે આખી ઘટના ?
મળતી માહિતી મુજબ, લખનૌથી ગોરખપુર જતા હાઇવે ઉપર મૂંડેરવા નજીક ખજૌલા પોલીસ મથક પાસે UK-06/PB-7460 ટ્રેલર રોડની બાજુમાં ઉભું હતું. ત્યારે જ લખનૌ બાજુથી ખૂબ જ તેજ ગતિએ આવી રહેલી કાર UP-32/LB-2894 સાંજે લગભગ 07.40 વાગ્યે પાછળથી ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી. સ્પીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અડધાથી વધુ કાર ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી.
પોલીસે ચાર મૃતકોને બહાર કાઢ્યા
ઘટનાસ્થળે પહોંચેલા ચોકીના ઈન્ચાર્જ ખજૌલાએ કોઈ પણ રીતે કારમાં ફસાયેલા બે મહિલાઓ, બે યુવકો અને એક 15 વર્ષીય કિશોર સહિત પાંચ લોકોને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. જેમાં બે મહિલા, એક યુવક અને એક કિશોરનું મોત થયું હતું. જ્યારે કે ગંભીર રીતે ઘવાયેલા 20 વર્ષીય યુવકને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોમાં જુનિયર એન્જિનિયર વિનોદ કુમાર (38), નીલમ (34) પત્ની વિનોદ, ખુશ્બૂ (15) પુત્રી વિનોદ, એહસાસ (19) પુત્ર વિનોદ અને વિનોદની 65 વર્ષીય માતા સૂરસતી દેવીનો સમાવેશ થાય છે.