રશિયામાં ભયાનક અકસ્માત: પૂલ તૂટી જતાં પેસેન્જર ટ્રેન પલટી ગઈ, 7 લોકોના મૃત્યુ, અનેક ઘાયલ થયા

RUSSIA TRAIN ACCIDENT: રશિયામાં ભીષણ ટ્રેન દુર્ઘટના થઈ છે. પશ્ચિમી રશિયાના બ્રાંયસ્ક વિસ્તારમાં શનિવાર મોડી રાતે એક પુલ પડી ગયા બાદ યાત્રી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના મૃત્યુ થયા હતા. લગભગ 30 લોકો ઘાયલ થઈ ગયા હતા. રશિયાના અધિકારીઓએ આ ટ્રેન દુર્ઘટના માટે ગેરકાયદેસર હસ્તક્ષેપને જવાબદાર ઠેરવ્યું છે.
પુલ તૂટી પડવાની ઘટનામાં ટ્રેન પણ ફસાઈ ગઈ
પશ્ચિમ રશિયામાં આ ટ્રેન અકસ્માત યુક્રેનની સરહદને અડીને આવેલા બ્રાયન્સ્ક ક્ષેત્રમાં થયો હતો. વર્ષ 2022 માં રશિયા દ્વારા યુક્રેન પર હુમલા બાદ આ વિસ્તારમાં તણાવ વધ્યો છે. મોસ્કો રેલ્વેના જણાવ્યા અનુસાર, પરિવહન કામગીરીમાં ગેરકાયદેસર દખલગીરીને કારણે પુલ તૂટી પડ્યો હતો. પુલ પણ તૂટી પડવાની ઘટનામાં ટ્રેન ફસાઈ ગઈ હતી.
A train has derailed while going over a bridge in Russia’s Bryansk region. pic.twitter.com/ys9YPKThwj
— Jay in Kyiv (@JayinKyiv) May 31, 2025
આ રીતે ટ્રેન પલટી ગઈ
રોસાવટોડોરે પુષ્ટિ આપી છે કે પુલ તે રેલ્વે લાઇન પરથી પસાર થયો હતો, જેના પર ટ્રેન ચાલી રહી હતી. પુલ અચાનક તૂટી પડવાને કારણે, કોંક્રિટના મોટા ટુકડા પાટા પર પડી ગયા હતા, જે સીધા આવી રહેલી ટ્રેનના માર્ગમાં આવી ગયા હતા. ટ્રેન પલટી ગઈ હતી.
સોશિયલ મીડિયા પર અકસ્માતના ઘણા વીડિયો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આવી રહેલા વીડિયોમાં, ટ્રેનના કોચ તૂટેલા અને કાટમાળના દ્રશ્યમાં વેરવિખેર જોવા મળે છે. કેટલાક સોશિયલ મીડિયા વીડિયોમાં પુલ તૂટી પડવાની ભયાનક ક્ષણ કેદ કરવામાં આવી છે, જેમાં વાહનો પુલ તૂટી પડવાથી બચી ગયા હતા.
આ પણ વાંચો: અમેરિકામાં કરોડો મધમાખીઓ ભરેલો ટ્રક પલટી ગયો, અધિકારીઓએ ચેતવણી જાહેર કરી, લોકોને બહાર નહીં નીકળવા સૂચના












