ટોપ ન્યૂઝનેશનલ

રાયબરેલીમાં ગોઝારો અકસ્માત, ટ્રકે કાર પર પલટી મારતા પાંચના મોત

Text To Speech

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં મંગળવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.જેમાં બે બાળકો સહિત 5 લોકોના મોત થયા છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રકમાંથી રેતી ખાલી કરી ટ્રકને હટાવી કારને બહાર કાઢી હતી. કારમાં કુલ 6 લોકો સવાર હતા જેમાંથી માત્ર 1 વ્યક્તિનો જ બચાવ થયો છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રેતી ભરેલી ટ્રક કાર પર પડી 

આ અકસ્માત રાયબરેલીના ભદોખર પોલીસ સ્ટેશનના કુચરિયા ભવ પાસે પ્રયાગરાજ તરફ જતા હાઈવે પર થયો હતો. સામાજિક કાર્યકર મહેન્દ્ર અગ્રવાલનો પુત્ર રાકેશ અગ્રવાલ, પત્ની સોનમ અગ્રવાલ અને પુત્ર આદિત્ય આ વિસ્તારના બાબા ઢાબા પર જમવા માટે ગયા હતા. તેમની સાથે રચિત અગ્રવાલની પત્ની રૂચિકા અને તેમના બે બાળકો રાયસા અને રેયાન હતા. રાત્રે  તે પરત ફરી રહ્યા હતા.તે દરમિયાન અચાનક મુન્શીગંજ નજીક તેમની કાર પર રેતીથી ભરેલું ડમ્પર પલટી ગયું હતું.

અકસ્માતમાં પાંચના મોત, એકને ઈજા 

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર પર પડેલા ડમ્પરને દુર કરાવડાવ્યું હતું.  પરંતુ ત્યાં સુધીમાં 5 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા હતા. આ ઘટના અંગે માહિતી આપતા રાયબરેલીના ચીફ મેડિકલ ઓફિસર વીરેન્દ્ર સિંહે જણાવ્યું કે કાર પર ટ્રક પલટી જવાને કારણે આ અકસ્માત થયો હતો. તેમણે કહ્યું કે માહિતી મળતાની સાથે જ એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. અકસ્માતમાં 5 લોકોના કરુણ મોત નીપજ્યા છે અને એકની સારવાર ચાલી રહી છે.

Back to top button