મહાકુંભમાં સ્નાન કરી પરત ફરી રહેલા લોકો સાથે ભયંકર અકસ્માત, બોલેરો અને બસની અથડામણમાં 10 લોકોના મૃત્યુ


મિર્ઝાપુર, 15 ફેબ્રુઆરી 2025: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયંકર અકસ્માત થયો છે. જ્યાં એક બોલેરો અને બસની અથડામણ થતાં 10 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 19 લોકો ઘાયલ થઈ ગયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કહેવાય છે કે, છત્તીસગઢના કોરબા જિલ્લાના શ્રદ્ધાળુ સંગમમાં સ્નાન કરીને બોલેરોથી પરત ફરી રહ્યા હતા. આ દરમ્યાન દુર્ઘટના થઈ ગઈ, તો વળી બસમાં સવાર લોકો મધ્ય પ્રદેશના રાજગઢના રહેવાસી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, બોલેરોમાં સવાર તમામ 10 શ્રદ્ધાળુઓ દુર્ઘટનાનો શિકાર થયા. તો વળી બસમાં સવાર 19 લોકોને ગંભીર ઈજા થઈ છે. બસ અને બોલેરોમાં આમને સામને ટક્કર થઈ છે. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. દુર્ઘટના એટલી ભયાનક હતી કે ટક્કર લાગતા જ બોલેરોના ચિથરા ઉડી ગયા હતા. પોલીસને મૃતદેહો બહાર કાઢવામાં ભારે મહેનત કરવી પડી.
પ્રાપ્ત વિગતો અનુસાર, છત્તીસગઢ જિલ્લાના કોરબાના શ્રદ્ધાળુઓ બોલેરો કારથી સંગમ સ્નાન માટે પ્રયાગરાજ મહાકુંભ મેળામાંથી પરત ફરી રહ્યા હતા. રાતના લગભગ 2 વાગ્યે તેમની ગાડી પ્રયાગરાજ મિર્ઝાપુર હાઈવે પર મેજા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મનુના પુરા ગામ નજીક પહોંચી ત્યારે સામેથી આવી રહેલી બસ સાથે અથડામણ થઈ ગઈ. ટક્કર એટલી ભયંકર હતી કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો. ટક્કર લાગતા જ બોલેરોના ચિથરા ઉડી ગયા. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
આ પણ વાંચો: મોટો ફફડાટ: વર્ષ 2060માં દુનિયા ખતમ થઈ જશે? આ મોટા વિજ્ઞાનીએ કરી હતી ડરામણી ભવિષ્યવાણી