ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

લદ્દાખના કારગિલમાં અકસ્માત, ભંગારની દુકાનમાં વિસ્ફોટ થતા 3ના મોત

  • કારગિલમાં ભંગારની દુકાનમાં બ્લાસ્ટ
  • ત્રણના મોત,10 જેટલા લોકો ઈજાગ્રસ્ત

લદ્દાખના કારગિલમાં મોટો વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. એક ભંગારની દુકાનમાં શંકાસ્પદ વસ્તુમાં વિસ્ફોટ થવાના સમાચાર સામે આવ્યા છે.આ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા અને નવ અન્ય ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, દ્રાસમાં આવેલી ભંગારની દુકાનમાં ગઈકાલે સાંજે ભયંકર વિસ્ફોટ થયો હતો. જેમાં એક ભંગારની દુકાનમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તુરંત દ્રાસની હોસ્પિટલમાં લઈ જવાયા છે. વિસ્ફોટની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. હાલ વિસ્ફોટ કયા કારણોસર થયો, તેનો ખુલાસો થયો નથી.પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે કબડી નાલા સ્થિત એક દુકાનમાં એક શંકાસ્પદ વસ્તુમાં બ્લાસ્ટ થયો હતો.

 

પોલીસે આ મામલે કેસ નોંધ્યો
મહત્વનું છે કે,પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને વિસ્તૃત તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે માર્યા ગયેલા 3માંથી 1 જમ્મુનો અને 2 દ્રાસના હતો. જ્યારે અન્ય ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કારગિલ જિલ્લા કમિશનર શ્રીકાંત બાલાસાહેબ સુસેએ દ્રાસ ઉપ જિલ્લા હોસ્પિટલની મુલાકાત લીધી છે. તેમણે સ્થાનિક સત્તાવાળાઓને વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા 8 લોકોને તમામ મદદ પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. સીએમઓને પણ જરૂરી નિર્દેશ અપાયા છે.

જિલ્લા કમિશ્નર હોસ્પિટલ પહોંચ્યા
કારગિલ જિલ્લા કમિશ્નર શ્રીકાંત બાલાસાહેબ સુસેએ દ્રાસ ઉપ જિલ્લા હોસ્પિટલની મુલાકાત લીધી છે. તેમણે સ્થાનિક સત્તાવાળાઓને વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા 8 લોકોને તમામ મદદ પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. સીએમઓને પણ જરૂરી નિર્દેશ અપાયા છે. પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને વિસ્તૃત તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે માર્યા ગયેલા 3માંથી 1 જમ્મુનો અને 2 દ્રાસના હતો. જ્યારે અન્ય ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

બ્લાસ્ટ બાદ લોકોમાં રોષ
આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દ્રાસમાં રહેતા એક વ્યક્તિએ કહ્યું કે, જે જગ્યાએ વિસ્ફોટ થયો તે ભંગારની દુકાન બજાર પાસે છે, જેના દુર રાખવી જોઈએ. ભંગાર ભેગો કરનારાઓ આર્મી વચ્ચે જતા હોય છે, ખબર નથી, તેઓ શું શું લઈને આવતા હશે. અમે અગાઉ પણ કહ્યું હતું કે, ભંગારની દુકાનોને શહેરથી દૂર રાખવી જોઈએ. આ દુકાન બજારની મધ્યમાં છે. અહીં સર્જરી માટે કોઈ ડૉક્ટર નથી. ઈજાગ્રસ્તોને પણ પુરતી સુવિધા મળે તેવી સંભાવના પણ ઓછી છે.

આ પણ વાંચો : ઈસ્કોન અકસ્માતને એક માસ પૂર્ણ: આજે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર ચુકાદો

Back to top button