ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના, લોખંડના સળિયા નીચે પડતા 3 શ્રમિકો ઇજાગ્રસ્ત

Text To Speech
  • સુરતમાં મેટ્રો કામગીરી દરમિયાના દુર્ઘટના સર્જાઈ
  • લોખંડના સળિયા ક્રેનમાં નીચે પડતાં 3 શ્રમિકો થયા ઇજાગ્રસ્ત
  • તંત્રએ સામાન્ય ઘટના બની હોવાનું આપ્યું નિવેદન

સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. સુરતના એલ.પી.સવાણી રોડ પર મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેનમાંથી લોખંડના સળિયા નીચે પડ્યા હતા. આ ઘટનામાં કામ કરી રહેલા 3 શ્રમિક ઈજાગ્રસ્ત થયા હતા.

મેટ્રો કામગીરી દરમિયાન દુર્ઘટના

સુરત શહેરમા મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ દરમિયાન એક દુર્ઘટના સામે આવી છે. મેટ્રોના કામમાં કેટલીક જગ્યાએ રખાતી બેદકારી લોકો માટે જોખમરુપ સાબિત થઈ રહી છે. સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. સુરતના એલ.પી.સવાણી રોડ પર ક્રેનમાંથી લોખંડના સળિયા નીચે પડતા દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 3 શ્રમિક ઈજાગ્રસ્ત થયા છે.

સુરત દુર્ઘટના-humdekhengenews

તંત્રએ સામાન્ય ઘટના ગણાવી

આ ઘટનાને લઈને મેટ્રો તંત્રએ નિવેદન આપ્યું છે.આ ઘટના બાદ મેટ્રોએ ઘટના છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. અને તંત્રએ સામાન્ય ઘટના ઘટી હોવાનું જણાવ્યું છે. તેમજ વિવાદ વધતો અટકાવવા સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો છે.

 આ પણ વાંચો : દિલ્હીમાં સનસનીખેજ ઘટના : સાકેત કોર્ટમાં જુબાની આપવા આવેલી મહિલા પર ગોળીબાર

Back to top button