બહુચરાજી પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત, બાળકનું ઘટનાસ્થળે મૃત્યુ
- કાલરી અને ચડાસના ગામ વચ્ચે ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત
- અકસ્માત થતા બે લોકોની હાલત અત્યંત ગંભીર છે
- રિક્ષામાં બેઠેલા બાળકનું ઘટનાસ્થળે જ મોત થતા પરિવારમાં શોક
બહુચરાજી પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે. જેમાં બાળકનું ઘટનાસ્થળે મૃત્યુ થયુ છે. તેમાં રિક્ષામાં બેઠેલા બાળકનું ઘટનાસ્થળે જ મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. તથા અકસ્માતમાં બે લોકોની હાલત ગંભીર છે. રિક્ષામાં કુલ 4 લોકો સવાર હતા. બહુચરાજી પાસે કાલરી અને ચડાસના ગામ વચ્ચે ટ્રેલર અને રિક્ષા વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો: વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર હુમલો
બહુચરાજી પાસે અકસ્માતની મોટી ઘટના બની
રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. બહુચરાજી પાસે અકસ્માતની મોટી ઘટના બની છે. બહુચરાજી પાસે કાલરી અને ચડાસના ગામ વચ્ચે ટ્રેલર અને રિક્ષા વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં બેઠેલા એક બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું અને આ સિવાય અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમની હાલત પણ હાલમાં ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. અકસ્માત સમયે રિક્ષામાં કુલ 4 મુસાફર સવાર હતા મળતી પ્રાથમિક માહિતી મુજબ રિક્ષામાં સવાર તમામ મુસાફરો રૂપપુરા ગામના હતા. ત્યારે અકસ્માતની ઘટના બાદ 108ની ટીમને જાણ કરવામાં આવતા 108ની ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર શરૂ કરી હતી.
થરાદમાં મૃતદેહ લઈને જતી એમ્બ્યુલન્સનો અકસ્માત થતા એકનું મોત
થરાદમાં મૃતદેહ લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સનો અકસ્માત સર્જાયો હતો, જેમાં થરાદ-સાંચોર હાઈવે પર એકનું મોત થયુ હતું. એમ્બ્યુલન્સ મૃતદેહ લઈને જઈ રહી હતી તે સમયે એમ્બ્યુલન્સ ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. ગાંધીધામથી રાજસ્થાન જતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. તેમાં મૃતદેહ પાસે બેઠેલા યુવકનું આ અકસ્માતમાં મોત નીપજ્યુ હતું. ત્યારે ચાલક એમ્બ્યુલન્સ મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ સમગ્ર મામલે અજાણ્યા એમ્બ્યુલન્સચાલક સામે પોલીસે ફરિયાદ નોંધી છે.