અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: કચ્છ હાઇવે પર ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે અકસ્માત બે લોકોનાં મોત, 12 ઇજાગ્રસ્ત

Text To Speech

અમદાવાદમાં કચ્છ હાઇવે પર ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. આજે અખિયાણા નજીક ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યા છે. અને 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અમદાવાદ- કચ્છ હાઇવે અકસ્માત

 ટ્રેલર અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માત

આજે અમદાવાદ કચ્છ હાઇવે પર અખિયાણા ગામ નજીક ટ્રેલર અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટરમાં સવાર 20 જેટલા લોકોમાંથી 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અને બે લોકોના મોત નિપજ્યા છે. આ ઇજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે ધ્રાગંધ્રા ખસેડવામાં આવ્યા હતા. તેમજ અન્ય ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી તેઓને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદ- કચ્છ હાઇવે અકસ્માત-humdekhengenews

ઘટનામાં બે ના મોત, 12 ઈજાગ્રસ્ત

જાણકારી મુજબ માલવણ હાઇવે પર અખિયાણાં નજીક મજૂરો ટ્રેકટર લઈને મજૂરી કામ અર્થે ખેતરે જઈ રહયા હતા. આ દરમિયાન ટ્રેકટર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યો મોત નિપજ્યા હતા, જ્યારે 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

અમદાવાદ- કચ્છ હાઇવે અકસ્માત-humdekhengenews

પોલીસે વધુ તપાસ હાથ ધરી

ટ્રેલર અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને અકસ્માતમાં ફસાયેલા લોકોની મદદ કરવા લાગ્યા હતા તેમજ આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોનું બચાવ કાર્ય શરુ કર્યું હતું. તેમજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : વડોદરામાં કોરોનાથી 68 વર્ષના વૃદ્ધનું મોત, તંત્ર દોડતું થયું

Back to top button