કચ્છમાં ઇકો કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 6 લોકોના મૃત્યુ
- કચ્છના લાકડીયા ગામ પાસે અક્સ્માત સર્જાયો
- 2 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને નજીકના હોસ્પિટલ ખાતે ખસેડાયા
- ઇકો કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા
કચ્છમાં ઇકો કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો છે. જેમાં 6 લોકોના મૃત્યુ થયા છે. ઇકો કારમાં સવાર 2 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને નજીકના હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. તેમજ તમામ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. તથા અક્સ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં હાઇવેના મુસાફરોને હાલાકી પડી હતી.
આ પણ વાંચો: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ SITની તપાસનો ધમધમાટ, સાંઠગાંઠ ધરાવતા નેતાઓની થઈ શકે પૂછપરછ
કચ્છના લાકડીયા ગામ પાસે અક્સ્માત સર્જાયો
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી રોડ એક્સિડન્ટની ઘટનાઓમાં ખાસ્સો ઉછાળો આવ્યો છે. જેને લઈને પરિવહન સુરક્ષા અને ટ્રાફિક સેફટીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે કચ્છમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે અને અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.મળતી માહિતી મુજબ, કચ્છમાં એક ઇકો કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયાના સમાચાર મળી રહ્યા છે. કચ્છના લાકડીયા ગામ પાસે અક્સ્માત સર્જાયો હતો.
પોલીસ કર્મચારીઓએ ઘટના સ્થળે આવી જરૂરી તપાસ કરી
આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા જ્યારે આ અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ચક્કાજામ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. તો, ઘટનાને પગલે તરત સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત 2 લોકોને તાત્કાલિક નજીકની સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ સ્થાનિકોએ રસ્તાનો ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો કર્યા હતા. જેમાં ઘટનાની જાણ થતા પોલીસ કર્મચારીઓએ ઘટના સ્થળે આવી જરૂરી તપાસ કરી છે.