મહેસાણામાં ઈકો કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોનાં મોત
ખેરાલુ તાલુકાના ગોરીસણા નજીક રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે.એક જ પરિવારના ત્રણ સભ્યો એક સાથે મૃત્યું પામતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત
મહેસાણાના ગોરીસણા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગોરીસણા નજીક રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય બેને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. અને આ બે વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.
અકસ્માતમાં ત્રણ લોકોના મોત
અકસ્માતની ઘટનાને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જ્યાં હીરાબેન ઠાકોર અને રમેશજી ઠાકોર નામના ઇજાગ્રસ્તનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પરિવારમાં શોકની લાગણી છવાઈ
અકસ્માતમાં મુત્યું પામેલ આ ત્રણેય વ્યક્તિઓ ખેરાલું બાળાપીરના ઠાકોર વાસનાં રહેવાસી હતા. અને અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકો મુત્યુ પામતા પરિવારમં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો : પાવાગઢમાં શ્રીફળ વધેરવાના મશીન બન્યા શોભાના ગાંઠિયા સમાન!