રાજ્યમાં અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે. હાલ ગુજરાત રાજ્યના વડોદરા શહેરથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે. એક કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બાકીના બે લોકોના 2ના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. મૃતકમાં પતિ-પત્ની સહિત ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ મૃતદેહોને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : 15મી વિધાનસભાનું આજે પ્રથમ બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે અંદાજપત્ર
એક જ પરિવારના પાંચ લોકોના મોતથી અરેરાટી
મળતી માહિતી મુજબ, પાદરાના લોલા ગામનો પરિવાર લગ્નમાં હાજરી આપવા પાદરા જઈ રહ્યો હતો. વડોદરાના અટલાદર પાદરા રોડ નારાયણ વાડી પાસે ગતમોડી રાત્રે રોડ દુર્ધટના થઈ હતી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના લોકોને કાળ ભરખી ગયો હતો. આ અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા હતા જ્યારે બે બાળકોને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યા હતા. આ ઘટનાથી લોલા ગામમાં માતમ છવાયો છે. આ અકસ્માતમા 8 વર્ષનો એક બાળક આયર્ન અરવિંદ નાયક બચી ગયા હતો. ઇજાગ્રસ્ત બાળક હાલ સારવાર હેઠળ છે.
આ પણ વાંચો : ગુરૂ-ચંદ્રમાએ બનાવ્યો નવપંચમ રાજયોગઃ આ રાશિના જાતકોની કિસ્મતના દરવાજા ખુલશે
મૃતકોના નામ
- અરવિંદ પૂનમ નાયક (28 વર્ષ)
- કાજલ અરવિંદ નાયક (25 વર્ષ)
- શિવાની અલ્પેશ નાયક (12 વર્ષ)
- ગણેશ અરવિંદ નાયક (5 વર્ષ)
- દ્રષ્ટિ અરવિંદ નાયક (6 વર્ષ)