ગુજરાત

ગમખ્વાર અકસ્માતઃ વલસાડ સુગર ફેક્ટરી બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત

Text To Speech

વાપી તરફથી ડુંગરી તરફ જતા અજાણ્યા બાઇક ચાલકને સુગર ફેક્ટરી વાંકી નદીના બ્રિજ પાસે ટેમ્પો ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને આ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે હાઇવે પરનો ટ્રાફિક હળવો કરવા પ્રયાસ હાથ ધર્યો હતો

ટાયર માથા પરથી ફરી વળતા મોત
પોલીસ તપાસમાં મળેલી પ્રાથમિક માહિતી પ્રમાણે, વાપી તરફથી ડુંગળી તરફ જતી બાઈકને અજાણ્યા ટેમ્પો ચાલકે અડફેટે લીધો હતો અને ટેમ્પોચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં ટેમ્પાનું ટાયર બાઈકચાલકને માથા ઉપરથી ફરી વળતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓ થતા ઇજાગ્રસ્તની મદદે તાત્કાલિક દોડી આવ્યા હતાં. ત્યારે સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ને ઘટનાની જાણ કરી હતી.

હેલમેટ ન પહેર્યું હોવાથી મોત થયું: સ્થાનિક
વલસાડ રૂરલ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશનો કબ્જો લઇ હાઈવે ઉપર જામ થયેલો ટ્રાફિક સામાન્ય કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સ્થાનિક વાહનચાલકોએ બાઈકચાલકને હેલ્મેટ ન પહેર્યું હોવાથી મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાઇવે ઉપર બાઈક અને મોપેડ ચલાવતા વાહન ચાલકોને હેલ્મેટ પહેરી વાહન ચલાવવા પોલીસે અપીલ કરી છે.

Back to top button