ગુજરાત

ACBની કાર્યવાહીઃ આણંદના મોગરી ગામે મહિલા તલાટી બહેનના લગ્નનું પ્રમાણપત્ર આપવા માટે 300 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડાયાં

Text To Speech

આણંદઃ જિલ્લાના મોગરી ગામે મહિલા તલાટીએ લગ્નનું પ્રમાણપત્ર આપવા માટે લાંચ માંગી હતી. જે લાંચ પેટે 300 રૂપિયા લેતા એસીબીએ રંગેહાથ પકડી કાર્યવાહી હાથ ધરી હતી.

ગ્રામ પંચાયત કર્મીઓ લાંચ લેતા હતા
આણંદના મોગરી ગ્રામ પંચાયતમાં તલાટી દિપીકાબહેન રમણભાઈ પંચાલ ફરજ બજાવે છે. દરમિયાનમાં આણંદ એન્ટી કરપ્શન બ્યૂરોને માહીતી મળી હતી કે, મોગરી ગ્રામ પંચાયતમાં લગ્નની નોંધણીના પ્રમાણપત્ર મેળવવા માટે મોગરી ગ્રામ પંચાયતના કર્મચારીઓ રૂ.100થી 600 સુધીની લાંચની રકમ માંગી રહ્યાં છે. આ આધારભુત માહિતીની ખરાઇ કરવા સારુ પંચાયતના અરજદારનો સંપર્ક કરી તેઓનો સહકાર મેળવ્યો હતો.

ACBએ રંગેહાથ લાંચ લેતા ઝડપ્યાં
ત્યારે અરજદારની બહેનના લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપવા માટે તલાટી કમ મંત્રી દિપીકાબહેન રમણલાલ પંચાલએ વાતચીત કરી રૂ.300ની લાંચની માંગણી કરી હતી. જે ફરિયાદીએ આપતા દિપીકાબહેન લાંચ લેતા રંગેહાથ પકડાયાં હતાં. આ ટ્રેપમાં એસીબી પીઆઈ એમ.એલ. રાજપુત અને સુપરવિઝન માટે અમદાવાદ એકમના કે.બી. ચુડાસમા હાજર રહ્યાં હતાં.

Back to top button