ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

એસીબીનો સપાટોઃ રાજ્યવેરા અધિકારી અને વી.સી.ઈને લીધા સાણસામાં

Text To Speech

અમદાવાદ, તા. 20 માર્ચ, 2025ઃ એસીબી લાંચિયા લોકો સામે સતત કામગીરી કરી રહી છે. આજે વધુ બે લાંચીયા લોકોને સાણસામાં લીધા હતા. જેને લઈ ફફડાટ ફેલાયો હતો. સુરતમાંથી રાજ્યવેરા અધિકારી અને ગાંધીનગરની મગોડી ગ્રામ પંચાયત કચેરીનો વી.સી.ઈ લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા.

સુરતમાં રહેતા એક વેપારી તેમના ધંધાનો નિયમિત ટેક્સ ભરે છે અને આ બાબતે તેમણે રીફંડ લવાનું નીકળતું હતું. જેમાં રીફંડની રકમ પરત કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે નિલેશભાઇ બચુભાઇ પટેલ હોદ્દો-(રાજ્યવેરા અધિકારી વર્ગ-૨) રૂ.૧૫,૦૦૦ ની માંગણી કરી હતી.. જે લાંચની રકમ તેઓ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેના આધારે સુરતમાં રાજ્યકર ભવન, ચોથો માળ, ઘટક-૬૧, રાજ્યવેરા અધિકારીની ચેમ્બરમાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ. ૧૫,૦૦૦ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા હતા.

ગાંધીનગરની મગોડી ગ્રામ પંચાયતનો વી.સી.ઈ વિશાલ રોહિતજી ઠાકોર પણ લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયો હતો. ગ્રામ પંચાયત કચેરીના VCE દ્વારા ગ્રામ પંચાયત તથા સરકારી યોજનાઓની ઓનલાઈન કામગીરી અર્થે આવતા ગ્રામજનો પાસે યેનકેન પ્રકારે બહાના કાઢી હેરાન પરેશાન કરી રૂ. ૧૦૦ થી ૫૦૦ સુધીની લાંચ લેવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી. જે આધારે વોચ રાખી છટકાનું આયોજન કર્યું હતું. ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨૦૦ ની લાંચની માંગણી કરતાં સ્થળ પર પકડાયો હતો,


ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝે મૂકી હોય તેમ એક બાદ એક લાંચીયા બાબુઓ ઝડપાઈ રહ્યા છે. તાજેતરમાં મહીસાગરના કડાણા તાલુકામાં સરપંચ દિકરી વતી લાંચ માંગતો બાપ એસીબીના છટકામાં સપડાયો હતો. પાલનપુરના મહિલા ડેપ્યુટી કલેક્ટર અને પ્લાનીંગ આસીસ્ટન્ટ ઇમરાનખાન નાગોરીને 3 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ ગાંધીનગરનો એએસઆઈ રૂપિયા બે લાખની લાંચ લેતા એસીબીએ ઝડપાયો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદના વેપારીને મુંબઈ બાર ડાન્સર સાથે થયેલો પ્રેમ 73 લાખમાં પડ્યો, જાણો વિગત

Back to top button