બનાસકાંઠામાં સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ એસીબીના સકંજામા, 3 લાખની માંગી હતી લાંચ

બનાસકાંઠા, તા. 25 ફેબ્રુઆરી, 2025ઃ એસીબી દ્વારા લાંચિયા બાબુઓ સામે સતત કામગારી કરવામાં આવી રહી છે, છતાં કેટલાક ઈમસો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. બનાસકાંઠામાં સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ રૂપિયા 3 લાખની લાંચ માંગવા બદલ એસીબીના સકંજામાં આવ્યા હતા. એસીબીએ ત્રણ લાખની લાચ લેતા નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઇન્ચાર્જ એસ ઈમરાન નાગોરીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. બંનેએ સ્ટેમ્પ ડ્યુટી ઓછી આંકવા લાંચ માંગી હતી. એસીબી દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને જુદા જુદા સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું. આ બંને છેલ્લા બાર માસથી સ્ટેમ્પ ડ્યુટીના વ્યવહારને લઈને વિવાદમાં હતા
ફરીયાદીના મિત્રના બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યું હતું. જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા સારૂ એક મકાનના રૂ.૧,૫૦,૦૦૦ લેખે બે મકાનના રૂ.૩,૦૦,૦૦૦ લાંચની માંગણી નાયબ કલેકટર અંકીતાબેન બાબુલાલ ઓઝા ના કહેવાથી પ્લાનીંગ આસિસ્ટન્ટ ઇમરાનખાન બિસ્મીલ્લાખાન નાગોરીએ કરી હતી.
લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ કલેકટર અંકીતાબેન બાબુલાલ ઓઝા ફરિયાદી સાથે હેતુલક્ષી વાત ચીત કરી લાંચના નાણા સ્વીકારી તે નાણાં પ્લાનીંગ આસિસ્ટન્ટ ઇમરાનખાન બિસ્મીલ્લાખાન નાગોરીને તેમની ચેમ્બરમાં આપી હતી. બંને આરોપીઓ એકબીજાની મદદગારી કરી સ્થળ પર પકડાયા હતા.
ટ્રેપીંગ ઓફીસર:-
એચ.બી.ચાવડા
ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર
ગાંધીનગર એ.સી.બી. એકમ
સુપર વિઝન અધિકારી:-
એ.કે.પરમાર
મદદનીશ નિયામક
ગાંધીનગર એ.સી.બી. એકમ
આ પહેલા આજે જુનાગઢમાં બિલખા રોડ પર આવેલી માર્ગ અને મકાન વિભાગની કચેરીનો અધિક મદદનીશ ઈજનેર લાંચ લેતા ઝડપાયો હતો. આ કામના ફરીયાદીના અસીલની ખેતીની જમીનમાં બાંધકામ કરવા માટે રોડથી બાધકામ-નિયંત્રણ રેખા અંગેની માહિતીના પત્રની ખરાઈ કરી, અભિપ્રાય આપવા માટે ફરીયાદી પાસે રૂ.૨૦૦૦૦ની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે બે હજાર ઓછા આપવાનું કહીને રૂા.૧૮,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે જુનાગઢ એ.સી.બી.ને જાણ કરી હતી. ફરિયાદના આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમિયાન આરોપી મીલન ગીરીશભાઈ ભરખડા ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચની હાજરીમા લાંચના નાણાં રૂ.૧૮૦૦૦ સ્વીકારતાં સ્થળ ઉપર પકડાયો હતો.
આ પણ વાંચોઃ જુનાગઢમાંથી અધિક મદદનીશ ઈજનેર લાંચ લેતા ઝડપાયો