ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

હદ છે, સરપંચ દિકરી વતી લાંચ માંગતો બાપ ઝડપાયો

Text To Speech

મહીસાગર, તા. 18 માર્ચ, 2025: રાજ્યમાં લાંચીયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે. મહીસાગરના કડાણા તાલુકામાં સરપંચ દિકરી વતી લાંચ માંગતો બાપ એસીબીના છટકામાં સપડાયો હતો.

ફરીયાદીને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ મંજુર થયું હતું. આવાસનો પ્રથમ તથા બીજો હપ્તો ફરીયાદીના બેંક એકાઉન્ટમા જમા થયો હતો. ,જેની ટકાવારીના રૂપિયા ૨૨,૫૦૦ આરોપી દિગ્વીજયસિંહ અભેસિંહ પુવાર (ઉ.વ.૫૪ રહે.દધાલીયા તા-કડાણા જી.મહીસાગર) એ તેમની સાથે વાતચીત કરી માંગણી કરી હતી. અરવિંદભાઇ ભુરાભાઇ વાગડીયા (ઉ.વ.૪૫ રહે.ઠાકોરના નાધરા, તા.કડાણા જી.મહીસાગર) ની દિકરી સરપંચ હોવાથી સરપંચ તરીકેની કામગીરી તેઓ કરતા હતા. જેથી તેમણે અરવિંદભાઈ વાગડીયા સાથે વાતચીત કરતા રૂપીયા ૨૦,૦૦૦ આપવા જણાવ્યું હતું. જે લાંચના નાણાં તેઓ આપવા માંગતા ન હોવાથી મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરી હતી. જેના આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં તેઓ લાંચના રૂપિયા સ્વીકારતા ઝડપાઈ ગયા હતા.


ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝે મૂકી હોય તેમ એક બાદ એક લાંચીયા બાબુઓ ઝડપાઈ રહ્યા છે. પાલનપુરના મહિલા ડેપ્યુટી કલેક્ટર અને પ્લાનીંગ આસીસ્ટન્ટ ઇમરાનખાન નાગોરીને 3 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ ગાંધીનગરનો એએસઆઈ રૂપિયા બે લાખની લાંચ લેતા એસીબીએ ઝડપાયો હતો.

આ પણ વાંચોઃ ભ્રષ્ટાચારની હદ થઈઃ નાયબ કલેકટર, એએસઆઈ બાદ હવે રાજ્ય વેરા અધિકારી એસીબીની ઝપટે ચડ્યો

Back to top button