દેવો કે દેવ… મહાદેવ ફેમ સોનારિકા ભદોરિયાના ગ્રાન્ડ વેડિંગની તસવીરો જુઓ


- ‘દેવો કે દેવ… મહાદેવ’ ફેમ સોનારિકા ભદોરિયા પણ પોતાના રિયલ લાઈફ ‘મહાદેવ’ વિકાસ પરાશર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે.
મુંબઈ, 19 ફેબ્રુઆરીઃ ફેબ્રુઆરીનો મહિનો બી ટાઉન સેલિબ્રીટીઝ માટે ખાસ લાગી રહ્યો છે. બોલિવૂડના અનેક કપલ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યાં છે. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના 21 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન છે, તો હવે ‘દેવો કે દેવ… મહાદેવ’ ફેમ સોનારિકા ભદોરિયા પણ પોતાના રિયલ લાઈફ ‘મહાદેવ’ વિકાસ પરાશર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે.
View this post on Instagram
સોનારિકા અને વિકાસની આ છે કહાની
ટીવીની પાર્વતીએ વર્ષ 2022માં લાંબા સમયના બોયફ્રેન્ડ વિકાસ પરાશર સાથે સગાઈ કરી હતી. જેમાં એક એવી પણ તસવીર સામે આવી હતી કે વિકાસ તેની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ સોનારિકાને દરિયા કિનારે લગ્ન માટે પ્રપોઝ કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ ડિસેમ્બર 2022માં રીતિ રિવાજ મુજબ બંનેની સગાઈ થઈ અને હવે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.
હલ્દીમાં આ લુકમાં જોવા મળ્યું કપલ
સોનારિકાના વેડિંગ લુકની વાત કરીએ તો અભિનેત્રીએ ફિશકટ સ્ટાઈલનો લહેંગા પહેર્યો હતો. તેણે ડાયમંડ જ્વેલરીથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ સાથે તેણે વાળમાં ‘ગજરો’ પણ લગાવ્યો હતો. જોકે સોનારિકા સાવ લાઈટ મેકઅપમાં દેખાઈ હતી અને ખૂબ જ સુંદર લાગી રહી હતી. ફેન્સ તેના લૂકના ખૂબ વખાણ કરી રહ્યા છે. બીજી તરફ, વરરાજા વિકાસ પરાશર રંગની શેરવાનીમાં અદભૂત દેખાતો હતો.
આ પણ વાંચોઃ સુષ્મિતા સેન નહોતી શીખી ટેબલ મેનર્સ, જાણો ક્યાં શરમાવું પડ્યું હતું?