PWD વિભાગના એન્જિનિયર ઉપર એસીબીના દરોડા, મળ્યો કુબેર ખજાનો, જાણો કોણ છે સરકારી બાબુ


જયપુર, 17 ફેબ્રુઆરી : એન્ટી કરપ્શન બ્યુરોના દરોડામાં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)ના એન્જિનિયર દીપક કુમાર મિત્તલ અબજોપતિ નીકળ્યા છે. તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં મિત્તલની કમાણી કરતાં 205 ટકા વધુ સંપત્તિ શોધી કાઢી છે. 17 પ્લોટ ઉપરાંત જોધપુર, જયપુર, ઉદયપુર અને ફરીદાબાદ સ્થિત મિત્તલના છ સ્થળોએથી 50 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
એન્ટી કરપ્શન બ્યુરોને ઈનપુટ મળ્યો હતો કે દીપક કુમાર મિત્તલ કોઈપણ ચિંતા વગર લાંચ લે છે. આની પુષ્ટિ કર્યા પછી, એન્ટી કરપ્શન બ્યુરોએ દીપક કુમાર મિત્તલ વિરુદ્ધ ઓપરેશન બેફિકર શરૂ કર્યું. લાંચના રૂપિયા 50 લાખ આજે દીપક કુમાર સુધી પહોંચી ગયાની અને તે બે દિવસમાં જમીનમાં રોકાણ કરવા જઈ રહ્યો હોવાના સમાચાર એન્ટી કરપ્શન બ્યુરોને મળતાની સાથે જ એસીબીએ એન્જિનિયરના પરિસરમાં દરોડા પાડ્યા હતા.
દિપક કુમારે અત્યાર સુધીમાં રૂ. 5 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે. હવે તેના ત્રણ બેંક લોકર ખોલવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એન્જિનિયરે તેના સંબંધીઓના નામે મોટી બેનામી પ્રોપર્ટી પણ ખરીદી છે. આવી સ્થિતિમાં, સંબંધીઓની આવકની માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે.
આરોપી એન્જિનિયરનો પુત્ર ઉત્તર પ્રદેશના ગોરખપુરથી એમબીબીએસ કરી રહ્યો છે, જ્યારે તેની પુત્રી રાજસ્થાનના ચુરુમાંથી એમડી કરી રહી છે. આરોપીએ તે તમામ શહેરોમાં પોતાની મિલકત બનાવી છે જ્યાં તે રહે છે. જયપુરમાં રૂ. 1 કરોડથી વધુની કિંમતના ચાર પ્લોટ, ઉદયપુરમાં રૂ. 1.50 કરોડથી વધુની કિંમતના દસ પ્લોટ, બ્યાવર અને અજમેરમાં લાખોની કિંમતના ત્રણ પ્લોટ મળી આવ્યા છે.
જયપુરના બરકત નગર સ્થિત ઘરમાંથી 50 લાખ રૂપિયા રોકડા, અડધો કિલો સોનું અને દોઢ કિલો ચાંદી મળી આવી છે. આરોપી એન્જિનિયરના 18 બેંક ખાતા છે. તેમાં લગભગ 40 લાખ રૂપિયા જમા છે. મ્યુચ્યુઅલ ફંડમાં 50 લાખ રૂપિયાનું રોકાણ છે. એસીબીના ડીજી રવિપ્રકાશ મહેરાદે જણાવ્યું હતું કે ઇનપુટ પર ગોપનીય તપાસ હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી હજુ ચાલુ છે. જેમાં અનેક મિલકતોની માહિતી મળતી રહે છે.
આ પણ વાંચો :- શેર બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જ ખુલતાની સાથે 500થી વધુ પોઈન્ટનો કડાકો