ઉત્તર ગુજરાતગુજરાત

અરવલ્લીમાં ધો.10-12માં પાસ કરાવવા 1.60 લાખની લાંચ માંગી, ACBએ શિક્ષકને ઝડપ્યા

Text To Speech

ઈડર, 24 ઓગસ્ટ 2024, ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને પકડવા માટે ACB સક્રિય હોવા છતાં બાબુઓને જાણે કોઈનો ડર રહ્યો નથી. અરવલ્લીમાં ACBએ ટ્રેપ ગોઠવીને ત્રણ લાંચિયા કર્મચારીઓને ઝડપી પાડ્યા છે. ફરિયાદીએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલ તથા ધોરણ 6 પછી અભ્યાસ છોડી દીધેલ હોય તેવા વિધાર્થીઓને પરીક્ષા આપવા માટે ખાનગી શાળાના શિક્ષકોએ લાંચ માગી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માગતા નહીં હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાષ્ટ્રીય મુકત વિધાલયી શિક્ષા સંસ્થાન, નોઇડા (NIOS) મારફતે પરીક્ષા આપીને ડીગ્રી મેળવી શકે. તે હેતુથી 22 વિધાર્થીઓના ઓનલાઇન પરીક્ષા ફોર્મ ભરી કમલેશકુમાર ગીરધરભાઇ પટેલની સંચાલિત શાળાઓમાં પરીક્ષા આપી હતી. કમલેશકુમાર ગીરધરભાઇ પટેલે પરીક્ષા કેન્દ્રમાં બેસનાર વિધાર્થીઓને પાસ કરવી આપવા ઓનલાઇન ફી સિવાય કોઇ રકમ લેવાની ન હોવા છતાં ગેરકાયદેસર રીતે અવેજ પેટે ફરીયાદી પાસે 1 લાખ 60 હજાર રૂપિયાની લાંચની માંગ કરી હતી.

ફરિયાદીએ લાંચ નહીં આપવા ACBનો સંપર્ક કર્યો હતો
આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો અને લાંચના છટકા દરમ્યાન કમલેશકુમાર ગીરધરભાઇ પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી તેમના વતી ઇડર ખાતેની પોતાની ઓફીસમાં કામ કરતા કાજલ ત્રિવેદી અને ઇશુ પટેલ દ્વારા લાંચની રકમ સ્વીકારી ત્રણેય આરોપીઓને રંગેહાથે પકડી પાડ્યા હતાં અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃગુજરાતમાં ઇમ્પેક્ટ કાયદામાં સુધારો: મુખ્યમંત્રીએ લીધો જનહિતમાં નિર્ણય

Back to top button