ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મીને લાંચ લેતા ACBએ સકંજામાં લીધા

  • શહેરનો એક ASI પોલીસ કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
  • ACBએ કેમ્પ હનુમાન ટેલિફોન એક્સચેન્જ પાસેથી લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો
  • કોન્સ્ટેબલ હરદીપસિંહ પરમારે 10 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી

અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મીને લાંચ લેતા ACBએ સકંજામાં લીધા છે. જેમાં પોલીસતંત્રનો કર્મચારી ઝડપાઈ જતા અન્ય લાંચિયા કર્મચારીઓ સતર્ક થયા છે. રૂપિયા 25 હજારની લાંચ લેતા રંગે હાથ પકડાયો છે. એસીબીએ કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કચ્છ સાથે 4 રાજ્યોમાં એક સાથે ભૂકંપ અનુભવાયો

શહેરનો એક ASI પોલીસ કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

હાલના સમયમાં ગુજરાતમાંથી સરકારી અમલદારોના અપ્રમાણસર મિલકતોના કેસમાં અથવા લાંચ લેવાના કેસમાં ધરપકડ થઈ રહી હોય એવી અનેક ઘટનાઓ સપાટી પર આવી છે. જેને લઈને એસીબી દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે ત્યારે આવી જ વધુ એક ઘટના અમદાવાદ શહેરના પોલીસતંત્રમાંથી સામે આવી છે. અહીં શહેરનો એક ASI પોલીસ કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. હકીકતે આ ઘટનાની જાણકારી મુજબ અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતો જવાન મહિપતસિંહ બારડ 25 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ દબોચાયો હતો. આ કર્મચારી હાલમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં તૈનાત હોવાની જાણકારી સામે આવી છે તેમજ ત્યાં તે ASI તરીકે ફરજ બજાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. મહિપતસિંહ બારડે ફરિયાદી પાસેથી રૂપિયાની લેતીદેતીના એક કેસમાં સમાધાન કરાવી આપવા માટે 25 હજાર રૂપિયાની લાંચ માગી હતી ત્યારે આ લાંચ લેતા ભ્રષ્ટ પોલીસ કર્મચારીને એસીબીએ ઝડપી લીધો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 7 શહેરોમાં તાપમાન 17 ડિગ્રીથી નીચે, જાણો ઠંડી બાબતે અંબાલાલ પટેલે શું કરી આગાહી 

ACBએ કેમ્પ હનુમાન ટેલિફોન એક્સચેન્જ પાસેથી લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો

અમદાવાદમાં આની પહેલા પણ ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં એસીબી દ્વારા સમયાંતરે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને પોલીસ તંત્રમાં ફરિયાદી પાસેથી લાંચ લેવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જે લોકો કોર્ટ કેસના ચક્કરમાં નથી ફસાવા માગતા એવા લોકોને આ ભ્રષ્ટ સરકારી અમલદારો ટાર્ગેટ કરતા હોય છે તેમજ રૂપિયા પડાવતા હોય છે. મહત્વનું છે કે થોડા મહિનાઓ પહેલા જ સાયબર ક્રાઈમ વિભાગમાંથી પણ આવી જ રીતે એક પોલીસ કર્મચારી એસીબી દ્વારા ઝડપાયો હતો. જેની વિગતો અનુસાર અમદાવાદ સાયબર ક્રાઈમમાં એક અરજી થઈ હતી, જે બદલ સાયબર ક્રાઇમ દ્વારા એક વ્યક્તિનું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું.

બાકીના 3 લાખની કોન્સ્ટેબલે માંગણી કરતા ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો

આ અરજીમાં ફરિયાદ નહીં કરવા તથા ફ્રીઝ કરેલું એકાઉન્ટ ખોલવા માટે સાયબર ક્રાઇમના જ કોન્સ્ટેબલ હરદીપસિંહ પરમારે 10 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી, જેમાંથી 7 લાખ રૂપિયાની લાંચ ટુકડે-ટુકડે લઈ લીધી હતી. 7 લાખની વસૂલી કર્યા બાદ બાકીના 3 લાખની કોન્સ્ટેબલે માંગણી કરતા ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ ટ્રેપ ગોઠવી હતી. લાંચની રકમ લેવા આવનાર હરદીપસિહને ACBએ કેમ્પ હનુમાન ટેલિફોન એક્સચેન્જ પાસેથી લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો. આ અંગે ACBએ ગુનો પણ નોંધ્યો હતો.

Back to top button