ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં હોમગાર્ડ ક્વાર્ટર માસ્ટરનો વહિવટદારને 1000ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યો

Text To Speech

અમદાવાદ: હોમગાર્ડમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનને PCR વાનમાં નોકરી કરવા હોમગાર્ડ ક્વાટર માસ્ટરે 1000ની લાંચ માંગી હતી જે લાંચ ક્વાટર માસ્ટર વતી તેનો અન્ય વહીવટદાર હોમગાર્ડ જવાન લઈ રહ્યો હતો તે દરમિયાન ACB એ છટકું ગોઠવીને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઝડપી પાડયો હતો.જોકે આ પ્રકારે અનેક હોમગાર્ડ જવાન પાસેથી પૈસા લઈને તેમને નોકરી આપવામાં આવી હોવાની શંકાના આધારે ACBએ તપાસ શરૂ કરી છે.

PCR વાનમાં નોકરી માટે 3000 માંગ્યા હતા

રમેશ પટેલ નામનો હોમગાર્ડ ક્વાટર માસ્ટર નરોડા હોમગાર્ડ ડિવિઝન-9માં ફરજ બજાવે છે જેને ફરિયાદી પાસે પોલીસ સ્ટેશનની PCR વાનમાં ફરજ બજાવવા માટે નોકરી આપવા 3000 રૂપિયાની માંગણી કરી હતી જે બાદ રકઝકના અંતે 1000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું.ફરિયાદી લાંચ આપવા માંગતા નહોતા ACB નો સંપર્ક કર્યો હતો જે બાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં  રમેશ પટેલ વતી અન્ય હોમગાર્ડ જવાન મનીષ મોચી લાંચની રકમ લેવા આવ્યો હતો.જોકે 1000 રૂપિયાની લાંચ લેતા ACB અવ મનીષને રંગે હાથે ઝડપી લીધો હતો જ્યારે રમેશ પટેલ ફરાર છે.

શહેરમાં અનેક હોમગાર્ડ લાંચ આપી નોકરી કરે છે

આ માત્ર એક કિસ્સો સામે આવ્યો છે પરંતુ અમદાવાદ શહેરમાં અનેક હોમગાર્ડ જવાન ફરજ બજાવે છે જેમને આ પ્રકારે નોકરી માટે લાંચ આપવી પડે છે જે બાદ મોટા ભાગે રાતના સમયે આ હોમગાર્ડ જવાનો જ રાહદારીઓને ખોટી રીતે રોકીને હેરાનગતિ કરે છે.જોકે આ સમગ્ર મામલે ACB એ તપાસ શરૂ કરી છે.

Back to top button