વ્યારામાં પશુધન નિરિક્ષકને 10 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા
અમદાવાદ, 29 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને પકડવા માટે લાંચ રૂશ્વત બ્ચુરો દ્વારા એક્શન લેવામાં આવી છે. ACB દ્વારા આજે તાપીમાં વ્યારા ખાતે પશુધન નિરિક્ષકને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી અધિકારીએ ફરિયાદી પાસે 28 હજારની લાંચ માંગી હતી. ફરિયાદીએ રકઝક કરતાં 10 હજારમાં મામલો પૂરો કરવા અધિકારી તૈયાર થઈ ગયો હતો. પરંતુ ACBએ અધિકારીને લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથે ઝડપી લીધો હતો.
પશુધન નિરિક્ષક પાસે પ્રમાણપત્ર લેવાનુ હોય છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે વ્યારાના અનુસુચીત જનજાતિની મહિલા લાભાર્થીઓ માટે બકરા એકમ સ્થાપના માટે સહાય યોજનામાં બકરા ખરીદવા માટે પોતાની પત્નીના નામે આઈ ખેડુત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી હતી. સરકારની આ યોજનામાં બકરા ખરીદવા માટે લાભાર્થીને 50% સબસીડી આપવામાં આવે છે. જે યોજનામાં પશુધન નિરિક્ષક પાસે બકરાઓની કાનકડી તેમજ પ્રમાણપત્ર લેવાનુ હોય છે.
પ્રમાણપત્ર માટે 10 હજાર આપવા પડશે તેવુ નક્કી થયું હતું
બકરાઓની કાનકડી તેમજ પ્રમાણપત્ર આપવાના અવેજ પેટે આરોપી પશુધન નિરિક્ષક કિરણકુમાર છગનભાઈ ચૌધરીએ ફરીયાદી પાસે સૌપ્રથમ રૂપિયા 28 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ત્યાર બાદ રકઝકના અંતે રૂપિયા 10 હજાર આપવા પડશે તેવુ નક્કી થયું હતું. પરંતુ પશુપાલક લાંચના નાણા આપવા માગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચનુ છટકુ ગોઠવતા કિરણકુમાર છગનભાઈ ચૌધરી, પશુધન નિરિક્ષક, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર સીંગપુર ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતાં. ACBએ તેમની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃACB એક્શનમાંઃ રાજ્યમાં બે દિવસમાં ચાર લાંચિયા અધિકારીઓને ઝડપ્યા