ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : અમીરગઢ, ડીસા, દાંતા, લાખણી અને કાંકરેજના ગ્રામ્ય વિસ્તારોમાં બાવળ કટિંગ, સફાઈ કામગીરી કરાઈ

Text To Speech
  • દિવાળીના તહેવારોને અનુલક્ષી ગામેગામમાં સ્વચ્છતા ઝુંબેશ વેગવંતી બની

પાલનપુર : ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત નવેમ્બરના બીજા અઠવાડિયામાં ગામેગામ ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનમાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાઇને ટેકટર, જેસીબી, સફાઈ કામદારો દ્વારા પોતાના ગામમાં નડતરરૂપ બાવળોને દૂર કરવાની તેમજ ગામના મુખ્ય રસ્તા અને શેરીઓને સ્વચ્છ બનાવવાની કામગીરી જોડાયા છે. જિલ્લામાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને સ્વચ્છતા કામગીરી વેગવંતી બની છે.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ, દાંતા, કાંકરેજ, ડીસા, પાલનપુર અને લાખણી સહિતના તાલુકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે. જેના ભાગરૂપે અમીરગઢના મણીપુરીયા, પાલનપુરના તાજપુરા, અંબાજી ખાતે ગબ્બર તળેટી વિસ્તારમાં જાહેર માર્ગો, ગ્રામ પંચાયત, જાહેર સ્થળોની સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

જ્યારે ડીસા તાલુકાના મહાદેવીયામાં શાળા પ્રાંગણની સફાઈ કરવામાં આવી હતી. લાખણી તાલુકાના ગેળા ગામે જેસીબી દ્વારા બાવળ કટિંગ નું કામ કરવામાં આવ્યું હતું. તો દાંતા બસ સ્ટેશનમાં પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ડીસા તાલુકાના બુરાલ સહિતના ગામો અને કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્વચ્છતાની સઘન કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો : ડીસા તાલુકા સંકલન બેઠક : પ્રજા ને અગવડતા ના પડે તે જોવા ધારાસભ્યની વિભાગોને અપાઈ સૂચના

Back to top button