અમદાવાદમાં નશીલા પદાર્થોની ભરમાર, 2 વર્ષમાં 40 કરોડનો જથ્થો ઝડપાયો
- 5 લાખથી વધુની કિંમતનો 51 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડયો
- વર્ષ 2022ના અરસામાં શહેરમાંથી 5 કરોડ જ્યારે ગ્રામ્યમાં 7 કરોડ જથ્થો પકડાયો
- અમદાવાદ શહેરમાંથી 22523 ઈસમોની ધરપકડ કરાઈ
અમદાવાદમાં નશીલા પદાર્થોની ભરમાર છે. જેમાં 2 વર્ષમાં 40 કરોડનો જથ્થો ઝડપાયો છે. વિદેશી દારૂ અને એમડી ડ્રગ્સની બોલબાલા છે. તેમાં છેલ્લા બે વર્ષમાં 550થી વધુ આરોપીને પોલીસ પકડી સકી નથી. ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂછાયેલા લેખિત સવાલના જવાબમાં સરકારે આ માહિતી આપી છે.
આ પણ વાંચો: અમદાવાદ: રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર વિદેશી યુવતી ગાયબ
વર્ષ 2022ના અરસામાં શહેરમાંથી 5 કરોડ જ્યારે ગ્રામ્યમાં 7 કરોડ જથ્થો પકડાયો
અમદાવાદ શહેર અને જિલ્લામાંથી છેલ્લા બે વર્ષમાં 40 કરોડથી વધુનો વિદેશી-દેશી દારૂ અને નશીલા પદાર્થનો જથ્થો પકડાયો છે. અમદાવાદ શહેરમાં વિદેશી દારૂની બોલબાલા વધી છે, વર્ષ 2022ના અરસામાં શહેરમાંથી 5 કરોડ જ્યારે ગ્રામ્યમાં 7 કરોડ જથ્થો પકડાયો હતો. એ પછી વર્ષ 2023માં અમદાવાદ શહેરમાં 5.50 કરોડ અને ગ્રામ્યમાં 10.22 કરોડથી વધુનો જથ્થો પકડાયો છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂછાયેલા લેખિત સવાલના જવાબમાં સરકારે આ માહિતી આપી છે.
આ પણ વાંચો: ફાઈવ ડે વીક સિસ્ટમને અમલમાં મુકવાની જાણો કોણે કરી ગુજરાત સરકારને અપીલ
અમદાવાદ શહેરમાંથી 22523 ઈસમોની ધરપકડ કરાઈ
રાજ્ય સરકારે ગૃહમાં માહિતી આપી છે કે, અમદાવાદ શહેરમાંથી 22523 ઈસમોની ધરપકડ કરાઈ છે, જ્યારે 280 આરોપીઓને હજુ સુધી પકડી શકાયા નથી, એ જ રીતે અમદાવાદ ગ્રામ્યમાંથી 10515 ઈસમોની ધરપકડ કરાઈ છે જ્યારે 276 ઈસમો હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. અમદાવાદમાં વિદેશી-દેશી દારૂની સાથે વિવિધ પ્રકારના ડ્રગ્સનું સેવન પણ વધ્યું છે. શહેરમાંથી વર્ષ 2022ના અરસામાં બે કિલોથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ પકડાયો છે, જેની કિંમત 2.58 કરોડ આસપાસ થાય છે. આ ઉપરાંત 2.75 કરોડનું કેટામાઈન પકડાયું છે.
આ પણ વાંચો: સુરત પોલીસ કમિશનરનો ચાર્જ કોઈને સોંપાયો નથી, જાણો કેમ
5 લાખથી વધુની કિંમતનો 51 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડયો
અમદાવાદ ગ્રામ્યમાંથી આ અરસામાં કફ સિરપનો દોઢ લાખની કિમતનો જથ્થો જ્યારે 5 લાખથી વધુની કિંમતનો 51 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડયો છે. આ ઉપરાંત 1.62 લાખથી વધુની કિંમતનો 16 ગ્રામ મિલિથી વધુનો મેથાફેટામાઈનનો જથ્થો પકડાયો હતો. બીજી તરફ વર્ષ 2023ના અરસામાં અમદાવાદ શહેરમાંથી છ કરોડથી વધુનો મેફેડ્રોનનો જથ્થો, 2.91 લાખનો કફ સિરપનો જથ્થો, 65 લાખથી વધુનો ગાંજો, 2.82 લાખથી વધુનું ચરસ, 5.95 લાખથી વધુનો અફીણનો જથ્થો, 6.37 લાખનું કોકેઈન, 79 હજારનો વિવિધ ટેબ્લેટનો જથ્થો પકડાયો છે.