ટ્રેન્ડિંગનેશનલમીડિયાયુટિલીટીલાઈફસ્ટાઈલવિશેષ

દુનિયાના સૌથી સુરક્ષિત શહેર તરીકે બાજી મારી, ટોપ 20ની યાદીમાંથી ભારત બહાર

Text To Speech

નવી દિલ્હી- 16 ઓગસ્ટ  : કોલકત્તા રેપ-મર્ડર કેસથી દેશભરમાં મહિલાઓની સુરક્ષા અંગે લોકોને ચિંતા વધી છે. ત્યારે અત્યંત કડક કાયદા અને ગુનેગારો તરફ આકરૂ વલણ રાખતાં મધ્ય-પૂર્વના દેશો વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોની યાદીમાં ટોપ-10 સ્થાન ધરાવે છે.
વિશ્વના સુરક્ષિત શહેરોમાં અબુધાબી સતત આઠમી વખત આગળ રહ્યું છે. મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકા (MENA) પ્રદેશમાં તે સૌથી સુરક્ષિત અને રહેવા લાયક શહેર છે. નુમ્બેઓના ગ્લોબલ રેન્કિંગ્સ તાજેતરમાં જારી કરાયેલા 2024 માટે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU) અને નુમ્બિઓના ગ્લોબલ રેન્કિંગમાં આ દાવો કરવામાં આવ્યો છે.

યુએઈની રાજધાની સતત આઠમા વર્ષે વિશ્વ સ્તરે સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ લાઈફસ્ટાઈલ ધરાવતુ શહેર બન્યું છે. નુમ્બેઓના સેફેસ્ટ ઈન્ડેક્સમાં આ શહેરે 88.2 પોઈન્ટ મેળવ્યા છે. જે તેના લોકલ લોકોના સંતોષને પ્રતિબિંબિંત કરે છે. શહેરનો ક્રાઈમ ઈન્ડેક્સ સ્કોર 11.8 છે. જે સૌથી ઓછા ગુના થતા હોવાનું પ્રમાણ આપે છે.

મધ્ય-પૂર્વના આ 6 શહેરો સૌથી વધુ સુરક્ષિત

વિશ્વના ટોચના 10 સુરક્ષિત શહેરોમાં મધ્ય-પૂર્વના છ શહેરો સામેલ છે. જેમાં અબુધાબી ઉપરાંત યુએઈનુ અજમાન 84.2 પોઈન્ટ સાથે બીજા ક્રમે અને કતારનું દોહા 84 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે તાઈવેનનું તાઈપેઈ તથા પાંચમા ક્રમે પાછું યુએઈનું દુબઈ શહેર છે. છઠ્ઠા ક્રમે યુએઈનું રાસ-એલ-ખૈમાહ છે. સાતમા ક્રમે ઓમાનનું મસ્કત છે.

આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પણ આગળ

અબુધાબી તેની સર્વશ્રેષ્ઠ આરોગ્ય અને શિક્ષણ સિસ્ટમ માટે પણ વૈશ્વિક સ્તરે સૌથી આગળ છે. જ્યાં 67 હોસ્પિટલ, 1068 ફાર્મસી, 12922 લાયન્સ ડોક્ટર્સ સાથે 3323 હેલ્થકેર સુવિધાઓ તેના આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સર્વશ્રેષ્ઠ બનાવે છે. શહેરમાં 2023-24 સુધીમાં કુલ 459 શાળાઓ હતી.

આ પણ વાંચો : હોસ્પિટલની તોડફોડ પર HCની કડક ટિપ્પણી, ‘સારું રહેશે કે હોસ્પિટલ બંધ કરી દો’

Back to top button