વીડિયોમાં ‘વિરાટ’ની ગેરહાજરી : ચાહકોએ ICCને કર્યું ટ્રોલ
ICC એ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનો એક વીડિયો શેર કર્યો છે. લોકોએ આ વીડિયો માટે ICCને જોરદાર ટ્રોલ કર્યુ હતું. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તેના સોશિયલ મીડિયા દ્વારા દરરોજ કેટલાક ક્રિએટિવ ક્રિકેટ વીડિયો પોસ્ટ કરતી રહે છે. ICCએ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ભારતીય ટીમ જોવા મળી રહી છે. ICC દ્વારા શેર કરવામાં આવતા વીડિયો ઘણીવાર ચાહકોને લલચાવે છે. પરંતુ આ વખતે ICCએ ભારતીય ટીમનો એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને પ્રશંસકો નારાજ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : વરસાદના કારણે ભારત- ન્યૂઝીલેન્ડની વોર્મ-અપ મેચ રદ્દ : હવે પાકિસ્તાન સામેની મેચમાં વરસાદનો ખતરો
શા માટે નારાજ છે ચાહકો
આ વીડિયોમાં ટીમના કેપ્ટન રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ અને યુઝવેન્દ્ર ચહલ જોવા મળી રહ્યા છે. પણ આ વીડિયોમાં વિરાટ કોહલીની ગેરહાજરીને કારણે ફેન્સ ગુસ્સે થઈ ગયા છે. લોકો આ વીડિયો પર કોમેન્ટ કરવા લાગ્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું, ‘કિંગ કોહલી ક્યાં છે.’ તે જ સમયે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘ટીમ ઈન્ડિયા વિરાટ વગર કશું નથી.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે વિરાટ કોહલીની ગેરહાજરી અંગે કોમેન્ટ કરી હતી.
View this post on Instagram
ફિલ્ડિંગમાં દેખાયું કોહલીનું ‘વિરાટ’ ફોર્મ
વિરાટ કોહલી છેલ્લા એશિયા કપથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. એશિયા કપ પછી, કોહલીએ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા શ્રેણીમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે 17 ઓક્ટોબરે રમાયેલી મેચમાં વિરાટે પોતાની શાનદાર ફિલ્ડિંગથી બધાને આકર્ષિત કર્યા હતા. તેણે 19મી ઓવરમાં શાનદાર રનઆઉટ કર્યો હતો. તે જ સમયે, 20મી ઓવરમાં હવામાં ઊછળીને એક હાથે પેટ કમિન્સનો શાનદાર કેચ પકડ્યો હતો. તે પછી ઝડપી બોલર મોહમ્મદ શમીએ બે બોલમાં 2 વિકેટ લઈને મેચ ભારતીય ટીમના ખાતામાં નાખી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે હવે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. બંને વચ્ચેની આ મેચ મેલબોર્ન ગ્રાઉન્ડ પર રમાશે.