ભારત-પાકિસ્તાન મેચમાં ગિલને આઉટ કર્યા બાદ નખરા કરનારા બોલરે માફી માગી, કોહલીને ચેલેન્જ આપવી ભારે પડી


નવી દિલ્હી, 08 માર્ચ 2025: ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ યોજાય અને કોઈ વિવાદ ન થાય આવું તો ભાગ્યે જ બને. કંઈક આવું જ ચેમ્પિયન્સ ટ્રોફીની છઠ્ઠી મેચમાં જોવા મળ્યું હતું. જ્યારે પાકિસ્તાનના બોલર અબરાર અહમદે વિરાટ કોહલીને ઉશ્કેરવાની કોશિશ કરી અને પડકાર આપ્યો હતો કે તેની બોલીંગમાં છગ્ગો મારી બતાવે. તેનો ખુલાસો પાકિસ્તાની સ્પિનરે ખુદ હવે કરી દીધો છે. 26 વર્ષિય બોલરે જણાવ્યું કે, તેણે કિંગ કોહલીને મેચ દરમ્યાન ચેલેન્જ આપી હતી પણ ભારતીય ખેલાડીઓ પોતાની જાતને શાંત રાખી અને તેની વાતનો જવાબ આપ્યો નહીં. બાદમાં કોહલીએ તેના વખાણ પણ કર્યા, જેનાથી અબરારને તેની ભૂલનો અનુભવ થયો.
વિરાટને ચેલેન્જ આપીને અબરારથી મોટી ભૂલ થઈ ગઈ
દુબઈમાં રમાયેલી આ મેચમાં લેગ સ્પિનર અબરાર અહમદે શુભમન ગિલને પોતાનો શિકાર બનાવ્યો હતો. તેણે ટીમ ઈંડિયાના ઉપકપ્તાનને બોલ્ડ કર્યો હતો અને અલગ અંદાજમાં જશ્ન મનાવ્યો હતો. જેની ખૂબ ટીકા થઈ હતી. ત્યાર બાદ પૂર્વ કપ્તાન કોહલીને ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી. આ વિષયમાં હવે વાત કરતા અબરાર અહમગે ટેલીકોમ એશિયા સ્પોર્ટ સાથે વાત કરતા કહ્યું કે, દુબઈમાં વિરાટ કોહલી સામે બોલીંગ કરવાનું મારુ નાનપણનું સપનું પુરુ થયું. આ ખૂબ જ ચેલેન્જિંગ હતું અને હું ટેન્શનમાં હતો. મેં તેમને મારી ઓવરમાં છગ્ગો મારવા માટે કહ્યું, પણ તેઓ ગુસ્સે થયા નહીં. આપણે બધા જાણીએ છીએ કે, કોહલી મહાન બેટ્સમેન છે, પણ તે એક સારા માણસ પણ છે. કોહલીએ મેચ બાદ કહ્યું કે, સારી બોલીંગ કરી હતી, જેણે મારો દિવસ બનાવી દીધો.
વિરાટ કોહલીનો ચાહક છે અબરાર
આ મેચમાં 36 વર્ષિય બેટ્સમેન કોહલીએ પોતાના વન ડે કરિયરની 51મી સદી ફટકારી. તેણે 111 બોલમાં સદી પુરી કરી અને ટીમને જીત અપાવી હતી. અબરારે આગળ જણાવ્યું કે, તે કોહલીને આદર્શ માને છે. તેમણે કહ્યું કે, હું કોહલીને આદર્શ માનીને મોટો થયો છું અને અંડર 19 ખેલાડીઓને કહેતો હતો કે, એક દિવસ હું કોહલીની સામે બોલીંગ કરીશ. કોહલીની ફિટનેસ શાનદાર છે. જે રીતે તે વિકેટની વચ્ચે દોડે છે, તે જોવાનું શાનદાર લાગે છે. આ જ વાત તેને એક અદ્વિતીય ક્રિકેટર બનાવે છે.
આ પણ વાંચો: પાકિસ્તાન પણ અમેરિકાના રસ્તે: 31 માર્ચ સુધીમાં ઘૂસણખોરોને દેશ છોડવાનો આદેશ આપ્યો