ગુજરાતમાં અંદાજે 20 લાખ લોકો કરે છે ડ્રગ્સનું સેવન!, પુરુષો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ પણ નશાને રવાડે ચઢી
- ગુજરાતમાં અંદાજે 20 લાખ લોકો ડ્રગ્સનું સેવન
- 11.75 લાખથી લધુ લોકો ગાંજા અફીણનું સેવન કરે છે
સમગ્ર વિશ્વમાં નશીલા પદાર્થોનું સેવન દિવસે ને દિવસે વધી રહ્યું છે. આજનું યુવાધન નશાને રવાડે ચડીને અંદરથી ખોખલું થતું જાય છે. આવા નશીલા પદાર્થોના સેવનમાં પણ ગાંજાનું સેવન છેલ્લા ઘણા વર્ષોથી વધી ગયું છે. ગાંજાની ખેતીમાં પણ વધારો થયો છે. ભારત જેવા પ્રતિબંધિત દેશો અને તેમાંય ખાસ કરીને ગુજરાતમાં પણ અવારનવાર ગાંજાનો જથ્થો પકડાતો હોવાના સમાચારો બહાર આવતા રહે છે. ત્યારે ગુજરાતમાં અંદાજે 20 લાખ લોકો ડ્રગ્સનું સેવન કરતા હોવાનું સામે આવ્યું છે. જેમાં 11.75 લાખથી લધુ લોકો દ્વારા ગાંજા અફીણનું સેવન કરવામાં આવી રહ્યું છે. ગાંજા -અફીમનું સેવન કરનારામાં 10.27 લાખ પુરુષ અને 1.48 લાખથી લધુ મહિલાઓનો સમાવેશ થાય છે.
પુરુષો અને મહિલાઓ ગાંજાનું સેવન કરે છે
કેન્દ્રના સામાજીક ન્યાય અને સશક્તિકરણના મંત્રાલ્ય દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલ અનુસાર વર્ષ 2018માં મંત્રાલયે એનડીડીટીસ-એઈમ્સના સહયોગથી સર્વે હાથ ધરાયો હતો. આ સર્વે અનુસાર, ગુજરાતમાં અંદાજે 2.36 લાખ પુરુષ અને 1,49 લાખ મહિલાઓ દ્વારા ગાંજાનું સેવન કરવામાં આવે છે. આમ, ગાંદાનું સેવન કરનારા પુરુષોનું પ્રમાણ 0.81 ટકા અને મહિલાઓનું પ્રાણ 0.56 ટકા છે. આ સર્વે મુજબ અફીણનું સેવન સૌથી વધુ લઈ રહ્યાનું સામે આવ્યું છે. જેમાં 7.91 લાખ પુરુષો દ્વારા અફીણનું સેવના કરનારા પુરુષોનું પ્રમાણ 2.73 ટકા છે.
6.59 લાખ પુરુષો સીડેટિવ્સનું સેવન કરે છે
સીડેટિવ્સનું સેવન કરનારામાં 6.59 લાખ પુરુષો 33 હજાર મહિલાઓનો સમાવેશ થાય છે. આમ, અફિણ બાદ સીડેટિવ્સનું ગુજરાતના પુરુષોમાં સૌથી વધુ સેવન થાય છે. કોકેઈન લેનારા મહિલા પુરુષનું પ્રમાણ 1 હજારની આસપાસ છે. સમગ્ર દેશમાંથી 4.91 ટકા પુરુષ 0.65 ટકા મહિલાઓ ગાંજાાના જ્યારે 3.87 ટકા પુરુષ -0.17 ટકા મહિલા અફીણનું સેવન કરે છે. કોકેઈનની વાત કરીએ તો 0.17 ટકા પુરુષ અને 0.02 ટકા મહિલાઓ કોકેઈનના બંધાણી હોવાનું સામે આવ્યું છે. જાણકારોના મતે, આ સર્વે 2018નો છે. અને તે 2019માં જારી કરાયો હતો. પાંચ વર્ષમાં ડ્રગ્સનું સેવન કરનારામાં હજુ પણ ઘણો વધારો થયો હશે.
ગુજરાતમાં કયા નશીલા પદાર્થનું કેટલું સેવન
ડ્રગ્સ પુરુષ પ્રમાણ મહિલા પ્રમાણ
ગાંજો 2.36 લાખ 0.81 % 1.49 લાખ 0.56%
અફીણ 7.91 લાખ 2.73 % 1 હજાર 0.00%
સીડેટિવ્સ 6.59 લાખ 2.28 % 33 હજાર 0.13%
કોકેઈન 1 હજારથી વધુ 0.01% 1 હજારથી વધુ 0.01%
એટીએસ 1 હજારથી વધુ 0.01% 1 હજારથી વધુ 0.01%
ઈન્હેલન્ટ્સ 49 હજાર 0.17% 3 હજાર 0.01%
હેલ્લુસિનોજેન્સ 1 હજારથી વધુ 0.01% 1 હજારથી વધુ 0.01%
આ પણ વાંચો : યુનિવર્સીટી બાદ રિવરફ્રન્ટ પાસેથી મળ્યા ગાંજાના છોડ,અધિકારીએ કહ્યું- “પક્ષીઓની ચરક પડતા આવી વનસ્પતિ(ગાંજો)ઉગી નીકળે”