ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં 1300 જેટલા દર્દી જોઇ રહ્યાં છે નવજીવન માટે અંગોની રાહ

Text To Speech

કિડની સહિતના અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે વેઈટિંગ લિસ્ટ 1,300 પર પહોંચ્યું છે. જેમાં સિવિલની કિડની હોસ્પિટલમાં એક વર્ષમાં 392 ટ્રાન્સપ્લાન્ટ થયા છે. તથા બ્રેઈન ડેડના અંગદાનનું પ્રમાણ વધતાં વેઈટિંગ લિસ્ટમાં ઘટાડો નોંધાયો છે. તેમજ સિવિલમાં કેલેન્ડર વર્ષ 2022માં કુલ 392 ટ્રાન્સપ્લાન્ટ થયા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આ તારીખથી પડશે કડકડતી ઠંડી

છ મહિના પહેલાં 1500થી 1600 આસપાસ વેઈટિંગ લિસ્ટ હતું

અમદાવાદની કિડની હોસ્પિટલમાં કિડની સહિતના વિવિધ અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેનું વેઈટિંગ લિસ્ટ 1300ને પાર થયું છે. છ મહિના પહેલાં 1500થી 1600 આસપાસ વેઈટિંગ લિસ્ટ હતું જે અત્યારે ઘટયું છે, કારણ કે બ્રેઈન ડેડ દર્દીના અંગદાનનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે.

આ પણ વાંચો: લો બોલો, ગુજરાતમાં 109 શાળાઓ ગુજરાતી ભાષા ભણાવતી નથી

કિડનીની જરૂર હોય તેવા દર્દીને કિડની મળે તો તે દર્દી ડાયાલિસિસ વગર જીવી શકે

કોઈ દર્દી બ્રેઈન ડેડ જાહેર થાય ત્યારે તેના અંગોનું દાન થાય તે માટે હોસ્પિટલમાં દર્દીના સગાને સમજાવવામાં આવે છે, અને જો સગા રાજી થાય તો જે તે બ્રેઈન ડેડ દર્દીના અંગોનું જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ એટલે કે ટ્રાન્સપ્લાન્ટ કરાય છે, કિડનીની જરૂર હોય તેવા દર્દીને કિડની મળે તો તે દર્દી ડાયાલિસિસ વગર જીવી શકે છે. ગુજરાતમાં 1300 જેટલા દર્દી હાલ નવજીવન માટે અંગોની રાહ જોઈ રહ્યા છે. સિવિલમાં કેલેન્ડર વર્ષ 2022માં કુલ 392 ટ્રાન્સપ્લાન્ટ થયા છે, જે પૈકી કિડનીના 388 કેસ છે, જે પૈકી 44 બાળ દર્દી છે. 388માંથી જીવિત 229 અને કેડેવર સંખ્યા 159 છે. એક રિપોર્ટને ટાંકીને તબીબોનું કહેવું છે કે, દેશમાં પ્રતિ દસ લાખની વસતિમાં માત્ર 0.86 ટકા અંગદાન થાય છે જ્યારે અમેરિકા અને સ્પેનમાં આ સંખ્યા 50ની આસપાસ છે.

Back to top button