ટ્રેન્ડિંગમનોરંજન

અભિષેકે અમિતાભ સાથે જોઈ સિનિયર બચ્ચનની કલ્કિ, ફિલ્મ જોઈને શું કહ્યું?

Text To Speech
  • અમિતાભ બચ્ચનના પુત્ર અને અભિનેતા અભિષેકે પિતાની ફિલ્મ કલ્કિ 2898 AD પિતા સાથે બેસીને જોઈ અને તેનો રિવ્યૂ શેર કર્યો છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને અશ્વત્થામાનો રોલ કર્યો છે

1 જૂલાઈ, મુંબઈઃ નાગ અશ્વિન નિર્દેશિત ફિલ્મ કલ્કિ 2898 AD હાલમાં થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મ રીલીઝ થયાને 4 દિવસ થઈ ગયા છે, પરંતુ દર્શકોમાં આ ફિલ્મનો ક્રેઝ સતત વધતો જોવા મળી રહ્યો છે. જો કે ચાર દિવસમાં આ ફિલ્મે ‘બાહુબલી’ અને ‘જવાન’ જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

અમિતાભે અભિષેક સાથે જોઈ કલ્કિ 2898 AD

બિગ બીએ દિકરા અભિષેક બચ્ચન સાથે થિયેટરમાં મૂવીની મજા માણી છે. તેની તસવીર પણ સામે આવી છે. દર્શકોની સાથે, શ્રદ્ધા કપૂર, રજનીકાંત અને અલ્લુ અર્જુન સહિત ઘણા સેલેબ્સે ફિલ્મ જોયા પછી પોતાના રિવ્યુ શેર કર્યા. તાજેતરમાં, અમિતાભ બચ્ચનના પુત્ર અને અભિનેતા અભિષેકે પિતાની ફિલ્મ કલ્કિ 2898 AD પિતા સાથે બેસીને જોઈ અને તેનો રિવ્યૂ શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને અશ્વત્થામાનો રોલ કર્યો છે.

અભિષેકે પણ આપ્યો ફિલ્મનો રિવ્યુ

બિગ બીએ પોતાના બ્લોગ પોસ્ટમાં લખ્યું હતું કે રવિવારોનો પણ રવિવાર. મોટા પડદા પર કેટલાક મિત્રો સાથે કલ્કિ 2898 AD જોઈ. ફિલ્મ પહેલીવાર જોઈ. IMAX માં થિયેટર્સનો માહોલ, સુંદરતા, સુવિધા બધું જ પ્રભાવશાળી હતું, વર્ષોથી બહાર નીકળ્યો ન હતો, પરંતુ પ્રગતિ જોવા માટે બહાર નીકળવું સંતોષજનક હતું. પિતાની ફિલ્મ જોયા બાદ અભિષેકે સોશિયલ મીડિયા પર તેનો રિવ્યૂ શેર કર્યો છે. તેણે આખી વાર્તા માત્ર એક જ શબ્દમાં કહી છે. અભિષેકે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું, ‘વાઉ’.

ફિલ્મનું કલેક્શન

27 જૂને થિયેટરમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘કલ્કી 2898 AD’એ ચાર દિવસમાં બોક્સ ઓફિસ પર તમામ ભાષાઓમાં 500 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે રવિવારે જ 88.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ પણ વાંચોઃ EMI ભરી ન શકતા જપ્ત થઈ હતી શાહરૂખની કારઃ જૂહી ચાવલાએ કર્યો ખુલાસો

Back to top button