અભિષેક બેનર્જીને CBIનું મળ્યું સમન્સ, મમતા બેનર્જીએ BJP પર કર્યા પ્રહારો
CBIએ તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જીને કથિત કેશ ફોર જોબ કૌભાંડના કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધ્યું છે.
બંગાળના CM મમતા બેનર્જીના ભત્રીજા અને TMC નેતા અભિષેક બેનર્જીને CBI દ્વારા શનિવારે (20 મે) કોલકાતાના નિઝામ પેલેસ ખાતેની ઓફિસમાં સમન્સ મોકલવામાં આવ્યુ છે. અભિષેક બેનર્જીએ પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
CM મમતા બેનર્જીએ શું કહ્યું?
અભિષેકને સીબીઆઈનું સમન્સ મળવા પર સીએમ મમતાએ કહ્યું કે, નોટિસ મળ્યા બાદ મેં આજે અભિષેક સાથે ત્રણ વખત વાત કરી. જ્યારે મેં તેને હાજર થવા માટે સમય માંગવાનું કહ્યું ત્યારે તેમણે કહ્યું – ના દીદી, હું CBIએ નક્કી કરેલ તારીખે જ જઈશ. તેઓ (સીબીઆઈ) જાણતા હતા કે અભિષેક બહાર છે, છોકરો ઘર છોડીને સખત મહેનત કરી રહ્યો છે પરંતુ તેને સમય આપ્યો નથી.
આ સાથે ભાજપ પર આડકતરી રીતે નિશાન સાધતા સીએમ મમતાએ કહ્યું કે, ”કર્ણાટક (ભાજપના હાથમાંથી) ગયું છે, જોઈ લેજો કે આવનારા દિવસોમાં વધુ રાજ્યો પણજશે, માત્ર ઉત્તર પ્રદેશ અને ગુજરાતને લઈને બેસી રહેશો.”
આ પણ વાંચો: 2000ની નોટ પાછી ખેંચવાના નિર્ણય પર SPની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘સત્તાના નશામાં….