ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડાની અફવા પર અભિષેક બચ્ચને તોડ્યું મૌન, કહ્યું: હું પરિણીત..

Text To Speech

મુંબઈ, 12 ઓગસ્ટ: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની વાતને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના છૂટાછેડાની અફવાઓ બહાર આવી રહી છે. આ દરમિયાન અભિષેક બચ્ચન પેરિસ પહોંચી ગયા હતા અને ઓલિમ્પિક 2024ની મજા માણતા જોવા મળ્યા હતા. હવે ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડાની અફવાઓ પર અભિષેક બચ્ચને પોતાનું મૌન તોડ્યું છે અને બોલિવૂડ UK મીડિયા સાથેની મુલાકાત દરમિયાન, તેમણે તેમના લગ્નની વીંટી બતાવી અને કહ્યું કે, તેઓ હજી પરિણીત છે. ટલે કે તેઓ છૂટાછેડા લીધા નથી. તેમણે એમ પણ કહ્યું કે, તે જાણે છે કે લોકો આવા સમાચાર કેમ ફેલાવે છે.

આ અફવાઓ ત્યારે વધુ તીવ્ર બની જ્યારે ઐશ્વર્યા રાય તેમની પુત્રી આરાધ્યા સાથે લગ્ન સમારોહમાં એકલા પહોંચ્યા અને જ્યારે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા અલગથી પહોંચ્યા. આ પછી અભિષેક બચ્ચને એક પત્રકારની પોસ્ટ લાઈક કરી, જેમાં છૂટાછેડા સાથે જોડાયેલી વાતો લખવામાં આવી હતી. આ દરમિયાન ડીપફેક વીડિયોમાં અભિષેક પણ છૂટાછેડાની પુષ્ટિ કરતો જોવા મળ્યો હતો.

 

હું જાણું છું કે લોકો આવું કેમ કરે છે: અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચને કહ્યું, “મારે આ બધા (છૂટાછેડા) વિશે કંઈ કહેવું નથી. દુર્ભાગ્યે આખી વાત હદ બહાર છે. હું જાણું છું કે લોકો આવું કેમ કરે છે. લોકોને થોડીક સ્ટોરીઓ ફાઇલ કરવી છે. કોઈ સમસ્યા નથી. અમે સેલિબ્રિટી છીએ, અમે આ સમજી શકીએ છીએ. આનાથી સાબિત થાય છે કે, જે વીડિયો વાયરલ થયો છે તે સંપૂર્ણપણે ફેક છે.

અભિષેક બચ્ચને નીરજ ચોપરાને પાઠવ્યા હતા અભિનંદન

મહત્ત્વપૂર્ણ છે કે, અભિષેક બચ્ચન હાલમાં જ પેરિસ ઓલિમ્પિક 2024ની મેચ જોવા ગયો હતો. તેમણે ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે ભારતીય ખેલાડીઓને ઉત્સાહિત કર્યા અને સમર્થન આપ્યું. નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યા બાદ અભિષેકે તેમને અભિનંદન આપ્યા અને ગળે લગાવ્યા. તેનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેને જોઈને દરેક અભિષેકના વખાણ કરી રહ્યા છે.

આ પણ જૂઓ: શાહરૂખ ખાને વૃદ્ધ વ્યક્તિને ધક્કો માર્યો!! સોશિયલ મીડિયા પર લોકોએ અભિનેતાને વખોડ્યો

Back to top button