ઐશ્વર્યા રાયથી અલગ થવાની અફવાઓ વચ્ચે અભિષેક બચ્ચને ડિવોર્સની પોસ્ટ કરી લાઈક, જૂઓ
- અનંત અંબાણીના લગ્નમાં અભિષેક બચ્ચન આખા બચ્ચન પરિવાર સાથે અને ઐશ્વર્યા રાય-આરાધ્યા અલગથી આવ્યાં હતાં
HD ન્યૂઝ ડેસ્ક, 18 જુલાઇ: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનને બોલિવૂડના પાવર કપલ તરીકે જોવામાં આવતાં હતાં. લોકોને બંને ખૂબ પસંદ હતા. લોકો પણ ઐશ્વર્યા રાયને એક આદર્શ વહુ તરીકે જોવા લાગ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમના અલગ થવાની ચર્ચાએ બધાને હચમચાવી દીધા છે. ઘણી વખત એવા અહેવાલો બહાર આવ્યા કે, બંને વચ્ચે કંઈ જ બરાબર નથી થઈ રહ્યું. હાલમાં યોજાયેલા અંબાણી પરિવારના પ્રસંગમાં, ઐશ્વર્યા રાય બચ્ચન પરિવાર વિના જોવા મળી હતી અને આનાથી અલગ થવાની ચર્ચાને વધુ બળ મળ્યું હતું. બંનેએ આજ સુધી આ ચર્ચાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી અને હંમેશા આવી અફવાઓને ખોટી સાબિત કરવામાં સફળ રહ્યાં છે, પરંતુ આ વખતે કંઈક અલગ જ થયું છે. ઐશ્વર્યા રાયથી અલગ થવાની અફવાઓ વચ્ચે અભિષેક બચ્ચને છૂટાછેડા સાથે સંબંધિત એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ લાઈક કરી છે, જેના પછી લોકોમાં આ નવી ચર્ચાએ જોર પકડયું છે.
કઈ પોસ્ટ હતી, જે અભિષેકને પસંદ આવી?
અભિષેક બચ્ચને જે પોસ્ટને લાઈક કરી તે ફોટો પર લખ્યું છે કે, ‘જ્યારે પ્રેમ સરળ રહેતો નથી.’ કેપ્શનમાં લખ્યું છે કે, ‘છૂટાછેડા કોઈના માટે સરળ નથી. કોણ હંમેશા ખુશ રહેવાનું સ્વપ્ન જોતું નથી અથવા વૃદ્ધ દંપતી દ્વારા હાથ પકડીને રોડ ક્રોસ કરતો હ્રદયસ્પર્શી વીડિયો ફરી બનાવવાની કલ્પના કરતું નથી? તેમ છતાં કેટલીકવાર જીવન એવું હોતું નથી જેવી આપણે અપેક્ષા રાખીએ છીએ, પરંતુ જ્યારે લોકો દાયકાઓ સાથે જીવ્યા પછી પણ અલગ થઈ જાય છે, જ્યારે તેઓ તેમના જીવનનો મોટો હિસ્સો નાની અને મોટી બંને બાબતો માટે એકબીજા પર આધાર રાખીને પસાર કરે છે, તો તેઓ કેવી રીતે આ સ્થિતિનો સામનો કરે છે?’
લોકોએ આ પોસ્ટને લાઈક કરવાનો અર્થ સમજાવ્યો
આ જ પોસ્ટમાં આગળ લખ્યું છે કે, “તેમને(દંપતી) સંબંધ તોડવા માટે શું પ્રેરિત કરે છે અને તેમને કયા પડકારોનો સામનો કરવો પડે છે? આ સ્ટોરી આવા પ્રશ્નોની ઊંડાણપૂર્વક ચર્ચા કરે છે. આકસ્મિક રીતે ‘ગ્રે ડિવોર્સીસ’ અથવા ‘સિલ્વર સ્પ્લિટર્સ’ – સામાન્ય રીતે 50 વર્ષની ઉંમર પછી વૈવાહિક વિચ્છેદ(છૂટાછેડા) ઇચ્છતા લોકો માટેના આ શબ્દોનો ઉપયોગ વિશ્વભરમાં વધી રહ્યો છે. જો કે આના કારણો અલગ છે, તે આશ્ચર્યજનક નથી.” આ પોસ્ટને અભિષેક બચ્ચને ‘લાઈક’ કરી છે અને તેને જોયા પછી લોકોએ અલગ જ ચર્ચા શરૂ કરી દીધી છે. લોકોનું કહેવું છે કે, આનાથી અભિષેક બચ્ચને પોતે જ અલગ થવાની વાતને બળ આપી દીધું છે. તેઓ આ પોસ્ટ સાથે રિલેટ કરે છે અને તેથી જ તેમને તેને લાઇક કરી છે.
ઐશ્વર્યા બચ્ચન પરિવારથી અલગ જોવા મળી
મહત્ત્વપૂર્ણ છે કે, હાલમાં જ અભિષેક બચ્ચન આખા બચ્ચન પરિવાર સાથે અનંત અંબાણીના લગ્નમાં પહોંચ્યા હતા, પરંતુ ઐશ્વર્યા રાય અને આરાધ્યા સાથે જોવા મળ્યાં ન હતાં. આ જોયા પછી જ લોકોમાં ફરી એકવાર અલગ થવાની વાતો શરૂ થઈ ગઈ હતી. આ પછી, બીજી પોસ્ટ આવી જેમાં ઐશ્વર્યા અને આરાધ્યા અભિષેક સાથે દેખાયાં હતાં, પરંતુ બચ્ચન પરિવારના બાકીના લોકો હાજર ન હતા. એટલું જ નહીં આ પહેલા પણ ઘણી વખત આરાધ્યા અને ઐશ્વર્યા એકલા જોવા મળ્યા હતા. ગયા વર્ષે પણ પેરિસ ફેશન વીકમાં બચ્ચન પરિવાર નવ્યા નંદાને ચીયર અપ કરતો જોવા મળ્યો હતો, પરંતુ આરાધ્યા એકલી ઐશ્વર્યાને સપોર્ટ કરતી હતી.
આ પણ જૂઓ: ગોવિંદાનું કરિયર આળસ અને અંધશ્રદ્ધાને કારણે બરબાદ થયું..! જુઓ કોણે આપ્યું ચોંકાવનારું નિવેદન