માતા અને બહેન સાથે એરપોર્ટ પર દેખાયો અભિષેક, ઐશ્વર્યાને લઈને ફેન્સે કર્યા સવાલ


- મંગળવારે મોડી રાત્રે અભિષેક બચ્ચન તેની માતા અને બહેન સાથે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો હતો. પાપારાઝીએ તેને એરપોર્ટની બહાર કેપ્ચર કર્યો હતો
28 ઓગસ્ટ, મુંબઈઃ બોલિવૂડના સૌથી પ્રતિષ્ઠિત પરિવારોમાંથી એક છે બચ્ચન પરિવાર. હાલના દિવસોમાં આ પરિવાર ચર્ચાના ચગડોળે છે. વર્ષ 2024ની શરૂઆતથી જ અભિષેક બચ્ચન અને તેની પત્ની અને અભિનેત્રી ઐશ્વર્યા રાય વચ્ચેના અણબનાવના સમાચાર ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે તેઓ લાંબા સમયથી અલગ રહે છે અને છેલ્લા કેટલાક સમયથી સાથે જોવા મળ્યા નથી. કોઈ ફંકશન દરમિયાન પણ તેઓ અલગ-અલગ મુસાફરી કરીને આવતા જતા જોવા મળે છે.
અભિષેક બહેન અને માતા સાથે ટ્રાવેલ કરતો દેખાયો
ફરી એકવાર અભિષેક બચ્ચન તેની પત્ની વગર ટ્રાવેલ કરતો જોવા મળ્યો હતો, જોકે તેની સાથે માતા અભિનેત્રી-સાંસદ જયા બચ્ચન અને બહેન શ્વેતા પણ હાજર હતી. બચ્ચન પરિવારને એકસાથે જોયા બાદ ઐશ્વર્યા રાયને લઈને લોકોના મનમાં ફરી અનેક સવાલો ઉઠી રહ્યા છે.
View this post on Instagram
મંગળવારે મોડી રાત્રે અભિષેક બચ્ચન તેની માતા અને બહેન સાથે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો હતો. પાપારાઝીએ તેને એરપોર્ટની બહાર કેપ્ચર કર્યો હતો. આ વીડિયોમાં અભિષેક ગ્રે સ્વેટશર્ટ અને બ્લેક કાર્ગોમાં જોવા મળ્યો હતો. તેણે હાથ જોડીને પેપ્સનું અભિવાદન પણ કર્યું. જ્યારે જયા ગ્રે આઉટફિટમાં જોવા મળી હતી. શ્વેતા ખુલ્લા વાળ અને લાંબા જેકેટ-પેન્ટ સાથે જોવા મળી હતી.
ચાહકોએ ઐશ્વર્યા રાયને મિસ કરી
અભિષેકને પરિવાર સાથે જોયા બાદ ઈન્ટરનેટ પર યુઝર્સ ઐશ્વર્યા રાય વિશે વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે. ચાહકો પૂછી રહ્યા છે ઐશ્વર્યા રાય ક્યાં છે? તે અભિષેક સાથે કેમ નથી? એક યુઝરે કમેન્ટ કરી હતી કે ઐશ્વર્યા અને આરાધ્યા વગર બચ્ચન પરિવાર અધૂરો છે. બીજાએ લખ્યું કે તેઓ વેકેશન પર ગયા હતા, પરંતુ ઐશ્વર્યા અને આરાધ્યા તેમની સાથે કેમ ન હતા? અભિષેક અને ઐશ્વર્યા વચ્ચેના બગડતા સંબંધોને લઈને અન્ય ઘણા લોકોએ વિવિધ અટકળો લગાવવાનું શરૂ કર્યું.
આ પણ વાંચોઃ પત્ની સામે હાર માની લેવી જોઈએ, કેબીસી-16ના કંટેસ્ટેન્ટને અમિતાભે આપી સલાહ!