નેશનલપેરિસ ઓલિમ્પિક 2024મીડિયાવિશેષસ્પોર્ટસ

અભિનવ બિદ્રાને પેરિસમાં મળ્યું વિશેષ સન્માન, IOCએ આપ્યો ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડ

Text To Speech

પેરિસ- 11 ઓગસ્ટ :  ભારતીય શૂટર અભિનવ બિન્દ્રાને ઓલિમ્પિક આંદોલનમાં તેમના ‘વિશિષ્ટ યોગદાન’ માટે પ્રતિષ્ઠિત ઓલિમ્પિક ઓર્ડરથી નવાજવામાં આવ્યા હતા. અભિનવ બિન્દ્રા બેઇજિંગ 2008 ઓલિમ્પિક ગેમ્સમાં 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ટોચ પર રહીને ભારતના પ્રથમ ઓલિમ્પિક વ્યક્તિગત ગોલ્ડ મેડલ વિજેતા બન્યા.

શું કહ્યું અભિનવ બિન્દ્રાએ?

શનિવારે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના 142માં સત્ર દરમિયાન બિન્દ્રાને આ સન્માન આપવામાં આવ્યું હતું. બિન્દ્રાએ કહ્યું, “જ્યારે હું નાનો હતો, ત્યારે તે ઓલિમ્પિક રિંગ્સ હતી જેણે મારા જીવનને એક અર્થ આપ્યો, અને બે દાયકાથી વધુ સમયનું મારું ઓલિમ્પિક સપનું પૂરું કરી શક્યો તે સૌભાગ્યની વાત છે.” એક ખિલાડી તરીકેની મારી કારકિર્દી પછી, ઓલિમ્પિક આંદોલનમાં યોગદાન આપવાનો પ્રયાસ કરવો એ મારા માટે એક ઝનૂન છે. તે મારા માટે સૌભાગ્ય અને સન્માનની વાત છે.

IOC એથ્લેટ્સ કમિશનના વાઈસ-ચેરમેન 41 વર્ષીય બિન્દ્રાએ કહ્યું કે આ એવોર્ડ તેમને વધુ મહેનત કરવા અને ઓલિમ્પિક આંદોલનમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપશે. 1975માં સ્થપાયેલ ઓલિમ્પિક ઓર્ડર ઓલિમ્પિક આંદોલનનો સર્વોચ્ચ એવોર્ડ છે. તે ઓલિમ્પિક આંદોલનમાં વિશિષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. બિન્દ્રાએ સિડની 2000 થી પાંચ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. તેમણે સૌપ્રથમ એથેન્સ 2004માં પોતાની ઓળખ બનાવી જ્યારે તેમણે પુરૂષોની 10 મીટર એર રાઈફલની ફાઈનલમાં પ્રવેશ કર્યો. બેઇજિંગ 2008માં તેમણે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ઝુ કિનાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે રિયો 2016માં પણ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો પરંતુ તે ચોથા સ્થાને રહ્યા હતા. બિન્દ્રા 2018 થી IOC એથ્લેટ્સ કમિશનનો ભાગ છે.

ઉલ્લેખનીય છે કે ઓલિમ્પિકમાં શૂટિંગમાં અત્યાર સુધી માત્ર 7 એથ્લેટ્સે ભારત માટે મેડલ જીત્યા છે, જેમાંથી એક અભિનવ બિન્દ્રા છે. રાજ્યવર્ધન રાઠોડ, અભિનવ બિન્દ્રા, ગગન નારંગ, વિજય કુમાર, મનુ ભાકર, સરબજોત સિંહ અને સ્વપ્નિલ કુસલેએ આ સિદ્ધિ મેળવી છે. મનુએ આ વર્ષે ભારત માટે શૂટિંગમાં બે મેડલ જીત્યા છે.

આ પણ વાંચો : પેરિસ ઓલિમ્પિકનો સમાપન સમારંભ ક્યારે અને ક્યાં જોશો? ભારતનો ધ્વજ કોના હાથમાં? જાણો

Back to top button