‘અભિમાની ગઠબંધન’ સનાતનને ખતમ કરવા માગે છેઃ MPમાં PM મોદીનું સંબોધન
- આજે વડાપ્રધાન મોદી મધ્યપ્રદેશની મુલાકાત
- વિપક્ષી ગઠબંધન પર કર્યા આકરા પ્રહારો
- સનાતન ધર્મને લઇને ગાંધીજી, વિવેકાનંદને યાદ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે છે. તેમણે સાગરમાં બીના રિફાઈનરીમાં 50 હજાર કરોડ રૂપિયાના પેટ્રોકેમિકલ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. રિફાઈનરીથી 3 કિલોમીટર દૂર ગામમાં તેમણે સભાને સંબોધતાકહ્યું કે અભિમાની ગઠબંધન સનાતનને ખતમ કરવા માંગે છે. ગાંધીજીના છેલ્લા શબ્દો હતા હે રામ… તેઓ જીવનભર સનાતનના પક્ષમાં રહ્યા હતા. PMએ જી-20 સમિટનો ઉલ્લેખ કરતા કહ્યુ કે આ જી-20ની સફળતાનો શ્રેય નરેન્દ્ર મોદીને નહીં, પરંતુ તમને જાય છે. આ તમારા બધાનું સામર્થ્ય છે, આ 140 કરોડ ભારતવાસીઓની સફળતા છે.
છ મહિનામાં મધ્યપ્રદેશની છઠ્ઠી મુલાકાત
6 મહિનામાં વડાપ્રધાનની મધ્યપ્રદેશની આ છઠ્ઠી મુલાકાત છે. 12 ઓગસ્ટના રોજ તેઓ સાગર આવ્યા હતા અને સંત રવિદાસ મંદિરનો શિલાન્યાસ કર્યો.
जिस सनातन संस्कृति ने हजारों वर्षों से भारत को जोड़े रखा है, उसे कुछ लोग मिलकर खंड-खंड करना चाहते हैं। देश के कोने-कोने में हर सनातनी को इनसे सतर्क रहना है। pic.twitter.com/OIfOMjy3P1
— Narendra Modi (@narendramodi) September 14, 2023
મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર
પીએમ મોદીએ કહ્યું, વિપક્ષે I.N.D.I. ગઠબંધન બનાવ્યું છે. કેટલાક લોકો તેને ‘અભિમાની ગઠબંધન’ પણ ગણાવી રહ્યા છે. ‘અભિમાની ગઠબંધન’એ મુંબઈની બેઠકમાં નીતિ બનાવી છે. તેમનો છુપો એજન્ડા છે. તેમની નીતિ ભારતની સંસ્કૃતિ પર હુમલો કરવાની છે. ભારતીયોની આસ્થા પર પ્રહાર કરવાની નીતિ છે. આ લોકો સનાતનને નિશાન બનાવી રહ્યા છે. સનાતન પરંપરાને સમાપ્ત કરવાનું વિચારી રહ્યા છે. ગાંધીજી, લક્ષ્મીબાઈએ સનાતનમાંથી પ્રેરણા લીધી હતી, સ્વામી વિવેકાનંદ અને લોકમાન્ય તિલકને સનાતન ધર્મે જ પ્રેરણા આપી હતી. આજે તે લોકોએ સનાતનને નિશાન બનાવવાનું શરૂ કરી દીધુ છે. કાલે ઉઠીને તેઓ આપણી પર હુમલા વધારી દેશે. દેશના તમામ સનાતનિઓ અને આપણા દેશને પ્રેમ કરનારા લોકોએ સતર્ક રહેવુ પજશે. આપણે આવા લોકોને રોકવા પડશે. આ અભિમાની ગઠબંધનવાળા લોકો સનાતનને ખતમ કરવા માગે છે. સનાતનને ખતમ કરીને દેશને એક હજાર વર્ષની ગુલામીમાં ધકેલવા માંગે છે.
એક સમય હતો જ્યારે MPમાં ગુનેગારો બેફામ હતા
કોઈપણ દેશ કે કોઈપણ રાજ્યના વિકાસ માટે જરૂરી છે કે શાસન સંપૂર્ણ પારદર્શિતા સાથે ચલાવવામાં આવે. ભ્રષ્ટાચારને ચુસ્તપણે કાબૂમાં રાખવો જોઈએ. અહીં મધ્યપ્રદેશમાં આજની પેઢીને બહુ યાદ નહીં હોય, પણ એક સમય એવો હતો જ્યારે આ રાજ્યને દેશના સૌથી ખરાબ રાજ્યોમાંના એક તરીકે ઓળખવામાં આવ્યું હતું. આઝાદી પછી લાંબા સમય સુધી MP પર શાસન કરનારાઓએ ભ્રષ્ટાચાર અને ગુના સિવાય કશું આપ્યું નથી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્રદૂષણ વધ્યું, મોટા ભાગની નદીઓ-તળાવોનું પાણી ખરાબ