ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

1993ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અબ્દુલ કરીમ ટુંડા નિર્દોષ: ટાડા કોર્ટનો ચુકાદો

Text To Speech
  • બાબરી મસ્જિદ ધ્વંસ થવાની વર્ષગાંઠ પર મુંબઈ, લખનૌ, કાનપુર, હૈદરાબાદ અને સુરતની ટ્રેનોમાં શ્રેણીબદ્ધ રીતે બોમ્બ બ્લાસ્ટ થયા હતા

અજમેર(રાજસ્થાન), 29 ફેબ્રુઆરી: રાજસ્થાનના અજમેરથી આ સમયના મોટા સમાચાર બહાર આવ્યા છે. TADA (Terrorist & Anti-disruptive Activities Act) કોર્ટે આજે ગુરુવારે 1993ના સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપી સૈયદ અબ્દુલ કરીમ ટુંડાની સાથે ઈરફાન અને હમીમુદ્દીનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. સૈયદ અબ્દુલ કરીમ ટુંડાની તરફેણમાં ચુકાદો આવ્યો છે અને કોર્ટે સૈયદ અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બાબરી મસ્જિદ ધ્વંસ થવાની વર્ષગાંઠ પર મુંબઈ, લખનૌ, કાનપુર, હૈદરાબાદ અને સુરતની ટ્રેનોમાં શ્રેણીબદ્ધ રીતે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જે બાદ આજે 31 વર્ષ પછી ટાડા કોર્ટ આ મામલે અંતિમ ચુકાદો આપશે.

 

ટુંડા પર શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટનો આરોપ

ટુંડા વિરુદ્ધ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો કેસ 2014થી પેન્ડિંગ હતો, જેના પર કોર્ટે આજે ગુરુવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. આ કેસમાં અંસારી સહિત લગભગ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અબ્દુલ કરીમ વર્ષ 2013માં નેપાળ બોર્ડર પરથી ઝડપાયો હતો. ટુંડા 24 સપ્ટેમ્બર 2023થી અજમેર જેલમાં બંધ છે.

2013માં ધરપકડ કરવામાં આવી હતી

CBIએ ટુંડાને આ વિસ્ફોટોનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો હતો અને તેની 2013માં નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી હતી. ટુંડા વિરુદ્ધ દેશમાં વિવિધ સ્થળોએ આતંકવાદના કેસ ચાલી રહ્યા છે. ટુંડાએ કથિત રીતે યુવાનોને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે તાલીમ આપી હતી. પાકિસ્તાની નાગરિક જુનૈદ સાથે મળીને તેણે કથિત રીતે 1998માં ગણેશ ઉત્સવ દરમિયાન આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી હતી.

અબ્દુલ કરીમ ટુંડા કોણ છે?

મુંબઈ બોમ્બ વિસ્ફોટોમાં સામેલ થતાં પહેલાં ટુંડાએ જલીસ અંસારી સાથે મળીને મુંબઈમાં મુસ્લિમ સમુદાય માટે કામ કરવાના ઉદ્દેશ્ય સાથે ‘તંઝીમ ઈસ્લાહ-ઉલ-મુસ્લિમીન’ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. મધ્ય દિલ્હીમાં દરિયાગંજના છત્તા લાલ મિયાં વિસ્તારમાં એક ગરીબ પરિવારમાં જન્મેલા ટુંડાએ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના પિલખુઆ ગામના તેમના વતન ગામ બજાર ખુર્દ વિસ્તારમાં સુથાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.

ટુંડાએ તેના પિતાને મદદ કરવાનું શરૂ કર્યું, ટુંડાના પિતા રોજીરોટી કમાવવા માટે તાંબુ, જસત અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ ગાળતા હતા. તેના પિતાના મૃત્યુ પછી ટુંડાએ આજીવિકા માટે ભંગારનું કામ કર્યું અને કટ્ટરપંથી જેહાદી આતંકવાદી બનતા પહેલા કપડાનો વ્યવસાય પણ કર્યો હતો. 80ના દાયકામાં તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ઓપરેટિવ્સ દ્વારા લશ્કર-એ-તૈયબાના સંપર્કમાં આવ્યો અને ટુંડાએ કટ્ટરવાદ અપનાવ્યો.

આ પણ જુઓ: સંદેશખલી કેસમાં શાહજહાં શેખને કોર્ટનો ઝટકો, 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

Back to top button