અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના ચાર લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. અપહરણ કરાયેલા લોકોમાં 8 મહિનાની બાળકી અને તેના માતા-પિતાનો પણ સમાવેશ થાય છે. મર્સિડ કાઉન્ટી શેરિફ ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 36 વર્ષીય જસદીપ સિંહ, 27 વર્ષીય જસલીન કૌર, તેમની 8 મહિનાની પુત્રી આરુહી અને 39 વર્ષીય અમનદીપ સિંહનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે શંકાસ્પદને સશસ્ત્ર અને ખતરનાક ગણાવ્યો છે. આ અંગે હજુ સુધી પોલીસ દ્વારા વધુ માહિતી આપવામાં આવી નથી. અધિકારીઓનું કહેવું છે કે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે. તેમણે કહ્યું કે એ વાતની પુષ્ટિ થઈ છે કે સાઉથ હાઈવે 59ના 800 બ્લોકમાંથી ચાર લોકોને તેમની મરજી વિરુદ્ધ લેવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે જગ્યાએ આ ઘટના બની છે તે રોડવેથી જોડાયેલ છે.
911 માહિતી આપવાની અપીલ
રિપોર્ટ અનુસાર, પોલીસ અધિકારીઓએ હજુ સુધી શંકાસ્પદનું નામ આપ્યું નથી. સાથે જ આ ઘટનાને અંજામ આપવા પાછળનો હેતુ શું છે તે પણ જાણી શકાયું નથી. આ મામલે ઘટનાસ્થળની આસપાસ હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ જો તેમને આ કેસ સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી મળે તો 911 પર જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે.
અમેરિકામાં ઈયાન વાવાઝોડાથી 80ના મોત
જો અમેરિકાના ફ્લોરિડા અને નોર્થ કેરોલિના રાજ્યોમાં હરિકેન ઈયાનની વાત કરીએ તો તેની પકડને કારણે 80 લોકોના મોત થયા છે. આ તોફાન ગયા અઠવાડિયે કેટેગરી 4 તરીકે દક્ષિણ પશ્ચિમ ફ્લોરિડામાં ત્રાટક્યું હતું. ઈયાનને કારણે ફ્લોરિડામાં 76 લોકોના મોત થયા હતા, જ્યારે ઉત્તર કેરોલિનામાં 4 લોકોના મોત થયા હતા. એકલા ફ્લોરિડાના લી કાઉન્ટીમાં વાવાઝોડાને કારણે 42 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો : હેમંત લોહિયા કેસ: પોલીસને મોટી સફળતા, આરોપી યાસિરની ધરપકડ, ડિપ્રેશનનો શિકાર હતો