સલમાન સામે રડી પડ્યો આયુષ શર્મા! કેમ માંગી હતી માફી?
- અભિનેતા આયુષ શર્મા હાલમાં એક્શન-થ્રિલર ફિલ્મ ‘રુસલાન’ માટે ચર્ચામાં છે. આ પહેલી ફિલ્મ છે જેને સલમાન ખાન સાથે કનેક્શન નથી. અભિનેતાએ ફિલ્મ ‘લવયાત્રી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
22 એપ્રિલ, મુંબઈઃ અભિનેતા આયુષ શર્મા સલમાન ખાનની બહેન અર્પિતાનો પતિ પણ છે. અભિનેતા આયુષ શર્મા હાલમાં એક્શન-થ્રિલર ફિલ્મ ‘રુસલાન’ માટે ચર્ચામાં છે. આ પહેલી ફિલ્મ છે જેને સલમાન ખાન સાથે કનેક્શન નથી. અભિનેતાએ ફિલ્મ ‘લવયાત્રી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેની આ ફિલ્મ ચાલી નહીં. આ ફિલ્મમાં સલમાન ખાનના પૈસા રોકાયા હતા. હવે આયુષે આ વિશે વાત કરી છે. આયુષે બીજી ફિલ્મ ‘અંતિમ’ કરી હતી, તે પણ સલમાને જ પ્રોડ્યૂસ કરી હતી. ‘અંતિમ’માં સલમાને ખુદ પણ આયુષ સાથે કામ કર્યું હતું.
આયુષે 300 ઓડિશન આપ્યા હતા
એક ઈન્ટરવ્યુમાં આયુષે કહ્યું હતું કે, ‘સોશિયલ મીડિયામાં લોકો એવી વાતો કરી રહ્યા હતા કે મેં સલમાન ખાનની બહેન અર્પિતા સાથે પૈસા માટે લગ્ન કર્યા છે. આ ઉપરાંત મારી પર એવા આક્ષેપ પણ થયા હતા કે મેં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે અર્પિતા સાથે લગ્ન કર્યા હતા. લોકો એ નથી જાણતા કે જ્યારે મેં લગ્ન કર્યા ત્યારે મેં સલમાન ખાનને કહ્યું હતું કે હું હવે અભિનય કરવા ઈચ્છતો જ નથી. મેં તેમને કહ્યું, મારી પર વિશ્વાસ કરો, મેં 300 ઓડિશન આપ્યા અને બે પણ ક્રેક કરી શક્યો નથી. તો સલમાને કહ્યું હતું કે બેટા તારી ટ્રેનિંગ સારી નથી, હું તને ટ્રેનિંગ આપીશ.
View this post on Instagram
સલમાને ફોન કર્યો તો મારી આંખોમાં આંસુ હતા!
આયુષે કહ્યું, ‘એવી પણ વાતો થતી હતી કે મેં સલમાન ખાનના પૈસા વેડફી નાંખ્યા. શું મારે મારી આવકની વિગતો શેર કરવી જોઈએ? લવયાત્રી દરમિયાન જ્યારે સલમાને મને ફોન કર્યો ત્યારે મારી આંખોમાં આંસુ હતા. મેં કહ્યું- ‘માફ કરજો, મેં તમારા પૈસા વેડફ્યા.’ જ્યારે ‘અંતિમ’ના ડિજિટલ રાઈટ્સ વેચાયા ત્યારે મેં રાહતનો શ્વાસ લીધો.
આયુષની ફિલ્મ ‘રુસલાન’ 26 એપ્રિલે રીલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર પણ રીલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં આયુષનો એક્શન અવતાર જોવા મળશે. સલમાન હંમેશા આયુષને પ્રમોટ કરતા જોવા મળે છે. આયુષ અત્યારે સલમાનના પ્રોડક્શનની બહારની ફિલ્મ કરી રહ્યો છે, ત્યારે પણ તે ફિલ્મને પ્રમોટ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આયુષની ફિલ્મ રુસલાનનું ટ્રેલર શેર કરતા સલમાને લખ્યું છે. આયુષ રુસલાનમાં તારુ હાર્ડવર્ક અને ડેડિકેશન દેખાઈ રહ્યું છે. ભલે કંઈ પણ થાય, હંમેશા તારા બેસ્ટ પ્રયત્નો કરતો રહેજે. હાર્ડ વર્ક છેવટે તો સફળ થાય જ છે. ગોડ બ્લેસ યુ.
આ પણ વાંચોઃ ‘કલ્કિ 2898 AD’ માં અમિતાભના પાત્ર પરથી હટ્યો પડદો, અશ્વત્થામાના લુકમાં બિગ બી