ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

Aarya Season 3ની જાહેરાત, “शेरनी नए सफर के लिए तैयार है”

Text To Speech

બોલીવુડની સુપરસ્ટાર એક્ટ્રેસ સુષ્મિતા સેનની સુપરહિટ વેબ સિરીઝ આર્યાના ફેન્સ માટે ખુશીના સમાચાર છે. વેબ સિરીઝના મેકર્સ તરફથી રીસન્ટલી વેબ સિરીઝની ત્રીજી સીઝનની જાહેરાત કરી દીધી છે. આર્યા સરીનના કેરેક્ટરમાં એકવાર ફરી સુષ્મિતા સેન પોતાનો દમદાર રોલ પ્લે કરતી જોવા મળશે.

બહુ જલ્દી રિલીઝ થશે આર્યા-3

મહત્વનું છે કે, છેલ્લા 2 વર્ષમાં સુષ્મિતા સેનની મોસ્ટ અક્લેમેડ વેબ સિરીઝ આર્યાની બોલબાલા છે. વર્ષ 2020થી શરૂ થયેલી આર્યા વેબ સિરીઝનો સિલસિલો હજુ પણ એવી જ રીતે આગળ વધી રહ્યો છે.

ફેન્સ આર્યાની અપકમિંગ સિરીઝની રાહ જોઈને બેઠા છે. જેના કારણે હવે વેબ સિરીઝના ડાયરેક્ટર રામ માધવાનીએ આર્યાની સિઝન-3ની જવાબદારી ઉઠાવી છે. તેના આધારે બહુ જલ્દી સુષ્મિતા સેનની આર્યા-3 રિલીઝ થશે. મહત્વનું છે કે, આર્યા-3ની જાહેરાત OTT પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર કરવામાં આવી છે.

Aarya season 3

સુષ્મિતાએ આપ્યું આવું રિએક્શન

સુષ્મિતા સેન માટે આર્યા વેબ સિરીઝ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે. કારણકે ફિલ્મોથી છેલ્લા કેટલાક સમયથી દૂર રહેલી સુષ્મિતાએ આ વેબ સિરીઝથી જોરદાર કમબેક કર્યું હતું. એવામાં આર્યા-3ને લઈ સુષ્મિતાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હૉટસ્ટારની પોસ્ટને શેર કરતા લખ્યું કે, “शेरनी नए सफर के लिए तैयार है”. વર્ષ 2020માં આર્યાની પહેલી સિઝનમાં સુષ્મિતાએ જોરદાર એક્ટિંગ કરી હતી. ત્યારબાદ, સુષ્મિતા સેન તેની બીજી સિરીઝમાં વધુ ડોમિનેટિંગ જોવા મળી હતી. એવામાં આર્યા-3માં સુષ્મિતા સેનનો આર્યા સરીનનો રોલ ખરેખર જોરદાર રહેશે.

Back to top button