ટ્રેન્ડિંગમનોરંજન

આરાધ્યા બચ્ચન શિવા રાજકુમારને પગે લાગી, લોકોએ કહ્યું, સંસ્કાર દેખાય છે, જૂઓ વીડિયો

Text To Speech
  • ઐશ્વર્યા એવોર્ડ મેળવ્યા બાદ પુનીત રાજકુમારના ભાઈ શિવા સાથે આરાધ્યાનો પરિચય કરાવ્યો અને આરાધ્યા શિવા રાજકુમારને પગે લાગે છે

19 સપ્ટેમ્બર, મુંબઈઃ ઐશ્વર્યા રાય SIIMA 2024 એવોર્ડ માટે દીકરી આરાધ્યા સાથે દુબઈ ગઈ હતી. ત્યાંથી તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક વીડિયોમાં જ્યારે ઐશ્વર્યા એવોર્ડ લઈને સ્ટેજ પરથી આવે છે, ત્યારે આરાધ્યા દોડીને તેને વળગી પડે છે. આ પછી ઐશ્વર્યા સાઉથના કલાકારોને મળવા જાય છે. દરમિયાન, તે પુનીત રાજકુમારના ભાઈ શિવા સાથે આરાધ્યાનો પરિચય કરાવ્યો અને આરાધ્યા શિવા રાજકુમારને પગે લાગે છે. આ વીડિયો જોયા બાદ લોકો આરાધ્યાના વખાણ કરી રહ્યા છે.

માતાને દોડીને ગળે લગાવી

ઐશ્વર્યા અને આરાધ્યાનો આ વીડિયો માનવ મંગલાનીના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે ઐશ્વર્યા સ્ટેજ પરથી નીચે આવે છે ત્યારે આરાધ્યા દોડીને તેને ગળે લગાવે છે. આ પછી ઐશ્વર્યા શિવાને મળે છે. જ્યારે તે તેને અભિનંદન આપે છે, ત્યારે ઐશ્વર્યા તેના હાથ જોડીને તેનો આભાર માને છે. આ પછી ઐશ્વર્યાએ આરાધ્યાનો શિવા સાથે પરિચય કરાવ્યો. આરાધ્યા સ્મિત સાથે શિવાને મળે છે, હાથ જોડે છે અને પછી તેને પગે લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

લોકોએ આરાધ્યાના કર્યા ખૂબ વખાણ

ઐશ્વર્યાને પોન્નિયિન સેલ્વનમાં તેના અભિનય માટે આ એવોર્ડ (શ્રેષ્ઠ અભિનેત્રી ક્રિટિક) મળ્યો છે. આ વીડિયો જોઈને લોકો ઐશ્વર્યાના ઉછેર અને આરાધ્યાના સંસ્કારોના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, તેની પુત્રી તેમની સૌથી મોટી સપોર્ટર અને ચીયરલીડર છે. ઐશ્વર્યા ખરેખર જીતી ગઈ છે, કેમકે તેણે એક લેજન્ડ પુત્રીને ઉછેરી છે. એકે લખ્યું છે કે છોકરીને યોગ્ય બાબતો શીખવવામાં આવી છે જેમકે વડીલોનું સન્માન કરવું. અન્ય યુઝરે લખ્યું છે કે, ખુશી છે કે ઐશ્વર્યાની દીકરી તેની જેમ સંસ્કારી છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે ક્વીને પ્રિન્સેસને મોટી કરી છે. તો કોઈએ કહ્યું કે કેટલી સુંદરતાથી દીકરીનો ઉછેર કર્યો છે.

આ પણ વાંચોઃ અરિજિતના કોન્સર્ટ દરમિયાન ભાવુક થઈ યુવતી, સિંગરે શું કર્યું, જૂઓ વીડિયો

Back to top button