એક તરફ ગુજરાત ગુજરાત વિધાનસભાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે રાત-દિવસ એક કરી રહી છે પરંતુ આ દરમિયાન તેમના વિરોધમાં દેશના 56 પૂર્વ બ્યૂરોક્રેટ્સ અને ડિપ્લોમેટ્સે ચૂંટણી પંચને આમ આદમી પાર્ટીની માન્યતા રદ્દ કરવાની માંગણી કરી છે.
હવે આ બાબતને લઈને દેશના 56 સનદી અધિકારીઓએ ચૂંટણી પંચને પત્ર લખીને જણાવ્યું છે કે, “સરકારી અધિકારીઓ નિષ્પક્ષ હોય છે”. સ્વભાવિક છે કે કોઈ એક પાર્ટી સરકારી અધિકારીઓને પોતાના પક્ષમાં સામેલ થઈને તેમને મદદ કરવાનું ખુલ્લું આહ્વાન કરી શકે નહીં. કેજરીવાલે ત્રણ સપ્ટેમ્બરે રાજકોટમાં અધિકારીઓને આપને સમર્થન આપવા કહ્યું હતું. જેના વિરોધમાં સનદી અધિકારીઓએ ચૂંટણી પંચને પત્ર લખીને આમ આદમી પાર્ટીની માન્યતા રદ્દ કરવાની માંગણી કરી છે.
71 સેવા નિવૃત બ્યૂરોક્રેટ્સે શુક્રવારે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો હતો. નાણા મંત્રાલયના 4 પૂર્વ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી પર તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. આ પત્રમાં રિટાયર્ડ અધિકારીઓએ કહ્યું છે કે તેનાથી ઈમાનદાર અને મહેનતુ અધિકારીઓ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં હતાશ થશે. પત્રમાં માંગ કરવામાં આવી છે કે એક નિર્ધારિત સમયસીમા હોવી જોઇએ જેના બાદ ફાઇલ ફરીથી ખોલવામાં ન આવે.
પૂર્વ અધિકારીઓએ પત્રમાં કહ્યું કે હવે તેમાં કોઇ હેરાની નહીં થાય જ્યારે સરકારી અધિકારીઓ મહત્વપૂર્ણ પ્રસ્તાવને ટાળવા લાગશે. કારણ કે તેની કોઇ ગેરંટી નહીં હોય કે આવા પ્રસ્તાવોને મંજૂર કર્યાના કેટલાય વર્ષો બાદ તેમના પર ગુનાહિત કાર્યવાહી નહીં થાય. પૂર્વમાં લેવાયેલા નિર્ણયોને ફરી ખોલવા માટે એક કાયદેસરની પ્રક્રિયા બનાવવાની જરુરિયાત છે. એ જોવું પણ જરુરી છે કે જ્યારે નિર્ણય લેવામાં આવ્યો ત્યારે કેવા પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હતી.