ગુજરાત

રેશ્માં પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, ગુજરાતની બહેનોને 1000 રૂપિયા આપવાની કરી માંગ

Text To Speech

AAP ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માં પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અને મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર ‘મુખ્યમંત્રી લાડલી બહેના યોજના’ અંતર્ગત 1000 રૂપિયા બહેનોને આપે છે તો ગુજરાત માં ભાજપ સરકાર બહેનોને પણ 1000-1000રૂપિયા આપે એવી માંગ કરી છે.

રેશ્માં પટેલે  મુખ્યમંત્રીને પત્ર લખી કરી આ માંગ

રેશ્માં પટેલે પત્રમાં લખ્યું છે કે ગુજરાતની દીકરીઓ , માતાઓ ,બહેનો ગુજરાત ની અસ્મિતા છીએ , ગુજરાતની સમૃદ્ધિ છીએ પણ આજ એવું લાગે છે કે ગુજરાતની બહેનો સાથે ભાજપ સરકાર ખુબજ મોટો અન્યાય કરી રહી છે અને ભેદભાવની નીતિ અપનાવી રહી છે કારણ કે મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર 1000-1000 રૂપિયા બહેનોને આપી શકે તો ગુજરાતમાં એજ ભાજપ સરકાર છે તો ગુજરાતની બહેનોને 1000 રૂપિયા કેમ ના આપી શકે ? એ સવાલ હું ગુજરાતની બહેનો વતી પૂછી રહી છું. મંધ્યપ્રદેશની બહેનોને 1000 રૂપિયા મળે છે એ અમારા માટે ખુબજ ખુશી ની વાત છે પણ દુઃખ એ વાત નું છે કે જયારે અરવિંદ કેજરીવાલ 1000 રૂપિયા ગુજરાતની બહેન ને આપવાનું વચન આપી રહિયા હતા ત્યારે ત્યારે ભાજપ સરકાર માં બેઠેલા આપઓ ભાજપ નેતાઓ એ રેવડી-રેવડી કરી બહેનોના અધિકાર નું ખુબજ અપમાન કરેલું છે, હવે અમને સન્માન જોઈ છે , અમને અમારો હક જોઈ છે. અમે ‘1000 રૂપિયા હક્ક રાશિ’ ગુજરાત ની બહેનો ને આપવા માંગ કરીયે છીએ”.

 

માંગ પૂરી નહીં થાય તો આંદોલનની ચીમકી

રેશ્માં પટેલે વધુમાં પત્રમાં લખ્યું છે કે જો તેઓની માંગણી પૂર્ણ કરવામાં નહિ આવે તો આગામી દિવસો માં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી મહિલા મોરચો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે.

આ  પણ વાંચો : અમદાવાદ પોલીસે શહેરમાં 12 દુકાનોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો, બે આરોપીને મુદામાલ સાથે દબોચ્યાં

Back to top button