ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

AAPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને દિલ્હી પોલીસે છોડ્યા

Text To Speech

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને દિલ્હી પોલીસે ત્રણ કલાકની કસ્ટડી પછી છોડી મુક્યા છે. આ દરમિયાન તેમની વાયરલ વીડિયોને લઇને પૂછપરછ કરવામાં આવી હતી. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ- ગુજરાતના લોકોના ભારે દબાણને કારણે તેમણે ગોપાલ ઇટાલિયાને છોડવા પડ્યા. ગુજરાતના લોકોની જીત થઇ. દિલ્હી પોલીસે ગોપાલ ઇટાલિયાને સરિતા વિહાર પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી. રાષ્ટ્રીય મહિલા આયોગે એક વાયરલ વીડિયો પર એક્શન લેતા ગોપાલ ઇટાલિયાને સમન્સ પાઠવ્યુ હતુ અને પૂછપરછ માટે બોલાવ્યા હતા, જે બાદ પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

 

જાણો સમગ્ર મામલો:

આ પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપશબ્દો બોલતો વીડિયો સામે આવ્યો હતો. જેમાં AAPના નેતા ગોપાલ ઈટાલિયાએ PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને નાટક કહ્યું હતો. આ સાથે તેમણે પીએમ મોદી માટે અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો. ગોપાલે કહ્યું કે શું આ પહેલા ક્યારેય કોઈ વડાપ્રધાને આવું નાટક કર્યું છે?

ઈટાલિયાની ધરપકડ કરવામાં આવી હતી

બીજી તરફ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ગુજરાતના કન્વીનર ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. પાર્ટીના કહેવા પ્રમાણે, દિલ્હી પોલીસ ગોપાલ ઈટાલિયાને સરિતા વિહાર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. મનીષ સિસોદિયાએ કહ્યું કે જેમણે ગોપાલ ઈટાલિયાની અટકાયત કરી હતી તેઓ જાણતા નથી કે શાળાઓની હાલત કેવી રીતે સુધારવી. 27 વર્ષમાં આ લોકો શાળાની હાલત સુધારી શક્યા નથી. ઇટાલિયા એક એવી પાર્ટી સાથે સંકળાયેલ છે જે શિક્ષણ પ્રણાલીને સુધારવા માટે કામ કરી રહી છે.

Back to top button