ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલની ધરપકડ મુદ્દે હલ્લાબોલ! AAP કાર્યકરોએ ‘મેં ભી કેજરીવાલ’ બેનર સાથે કર્યું વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી, 24 માર્ચ: રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે આમ આદમી પાર્ટી (AAP) નેતાઓ અને કાર્યકરોએ “મૈં ભી કેજરીવાલ” સાથેના બેનર લઈને વિરોધ પ્રદર્શન કર્યું છે.જેને જોતા દિલ્હી પોલીસે શહેરમાં સુરક્ષા વધારી દીધી છે દિલ્હીના સીએમની ધરપકડના વિરોધમાં ‘આપ’ કાર્યકરોએ રવિવારે સવારે ITO ખાતે પ્રદર્શન કર્યું હતું. પાર્ટીની મહિલા કાર્યકરો ITO ખાતે ફૂટઓવર બ્રિજ પર ચઢી હતી, જ્યાં તેઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

AAPના મહિલા કાર્યકરોનો વિરોધ પ્રદર્શન

AAPના મહિલા કાર્યકરો ITO ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ચૂંટણી આચાર સંહિતા વચ્ચે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. કહેવાતા દારુ કૌભાંડમાં પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓને એક પછી એક જેલમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે, જેથી ચૂંટણીમાં કોઈ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરી શકે નહીં. અમે બધા દિલ્હીની દરેક ગલી અને વિસ્તારમાં ઉતરીને આનો વિરોધ કરીશું. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં દરેક પરિવાર માટે કામ કર્યું છે.

વિરોધને લઈને પોલીસ દિલ્હીમાં સુરક્ષા વધારી

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, અમને માહિતી મળી છે કે AAP કાર્યકર્તાઓ અને નેતાઓ વિરોધ કરશે. કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે અમે રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વધારી છે. અમે દિલ્હી પોલીસના જવાનો સિવાય અર્ધલશ્કરી દળોની તૈનાતી સુનિશ્ચિત કરીશું. વરિષ્ઠ અધિકારીઓ પોતપોતાના જિલ્લાઓમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખશે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જોને તેમના વિસ્તારો પર નજીકથી નજર રાખવા અને જો તેઓને કોઈપણ વિરોધની જાણ થાય તો તરત જ તેમના ઉપરી અધિકારીઓને જાણ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

EDની ઓફિસ પર પહેલેથી મોટી સંખ્યામાં કર્મચારીઓ તૈનાત

ભાજપા મુખ્યાલય, ITO તરફ જતા માર્ગો અને EDની ઓફિસની સામે પહેલેથી જ મોટી સંખ્યામાં કર્મચારીઓને તૈનાત કરાયા છે અને બહુ સ્તરીય બેરિકેડ લગાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAPના સભ્યો આ સ્થળોએ એકઠા થવાની શક્યતા છે. મહત્ત્વનું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ શનિવારે સાંજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસમાં તેમને મળ્યા હતા. બીજી તરફ, કેજરીવાલની એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કર્યા બાદ કોર્ટે તેમને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે.

આ પણ વાંચો: ED કસ્ટડીમાંથી CM કેજરીવાલે પહેલો આદેશ જારી કર્યો, દિલ્હીમાં હવે જેલમાંથી ચાલશે સરકાર! 

Back to top button