દિલ્હીમાં હાર બાદ કેજરીવાલ માટે ગુજરાતમાં આવી ખુશખબર,આટલી સીટો પર AAPની જીત


અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2025: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની હાર બાદ આમ આદમી પાર્ટી (AAP)ને પહેલા છત્તીસગઢ અને હવે ગુજરાતમાંથી ખુશખબર મળી રહી છે. ગુજરાતમાં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની AAPને કેટલીય સીટો મળી રહી છે. દિલ્હીની હારથી નિરાશ AAP માટે છત્તીસગઢ અને ગુજરાતમાંથી મળેલી ખુશખબર એક બૂસ્ટર ડોઝ સાબિત થશે.
દ્વારકામાં આપને મળી જીત
દેવભૂમિ દ્વારકામાં આમ આદમી પાર્ટી (AAP)ને જીતની ખુશી મળી છે. અહીં સલાયા વોર્ડ નંબર 1માં AAPએ જીત મેળવી છે. વોર્ડ 1માં પાર્ટીના તમામ ઉમેદવારોએ જીત મેળવી છે. અહીં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કરનો ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યો છે.
જૂનાગઢમાં પણ આપના ઝાડૂને સફળતા
જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકાના વોર્ડ 3માં પણ AAPના ઝાડૂને લોકોએ પસંદ કર્યું છે. અહીં આમ આદમી પાર્ટીના તમામ ચારેય ઉમેદવારોએ જીત પ્રાપ્ત કરી છે.
ગીર સોમનાથમાં પણ કાંટાની ટક્કર
ગીર સોમનાથ જિલ્લાની ચોરવડ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે સારુ પ્રદર્શન કર્યું જો કે તેઓ 31 વોટથી ચૂંટણી હારી ગયા.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી/ જેતપુર મતગણતરી કેન્દ્ર પર વીજળી ડુલ